Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

વિશ્વકપ વિજેતા ટીમને અસલી ટ્રોફી નહીં પરંતુ તેની રેપ્લિકા અપાય છેઃ અસલી ટ્રોફી આઇસીસી પાસે રહે છે

નવી દિલ્હી : આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019નો 30મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પ્રારંભ થઈ રહ્યો છે. તમામ ટીમ ખિતાબ જીતવા માટે કમર કસી રહી છે. વિશ્વ કપની ફાઇનલ મેચ 14 જુલાઈએ લોર્ડસના મેદાનમાં રમવામાં આવશે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે વિશ્વ કપ વિજેતા ટીમને અસલી ટ્રોફી નહીં પણ એની રેપ્લિકા દેવામાં આવે છે. હકીકતમાં અસલી ટ્રોફી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) પાસે રહે છે.

આઇસીસી ટ્રોફી કઈ રીતે બને છે વિશે અનેક લોકોના મનમાં અનેક સવાલ હોય છે જેનો જવાબ વીડિયો જોઈને ખબર પડી જાય છે. હકીકતમાં ક્રિકેટ વિશ્વ કપનું આયોજન 1975થી કરવામાં આવે છે. શરુઆતના ત્રણ વિશ્વ કપ (1975,1979,1983)માં એક પ્રકારની ટ્રોફી આપવામાં આવી હતી કારણ કે ત્રણેયની મુખ્ય સ્પોન્સર પ્રુડેન્શિયલ પીએલસી હતી અને કારણે એની ડિઝાઇન બદલવામાં નહોતી આવી. જોકે ત્રણ વિશ્વ કપ પછી ટ્રોફીની ડિઝાઇન બદલવામાં આવી કારણ કે સ્પોન્સરમાં બદલાવ કરવામાં આવ્યો. આખરે 1999માં નિર્ણય લેવામાં આવ્યો કે હવે વિજેતા ટીમને આઇસીસી તરફથી ટ્રોફી આપવામાં આવશે.

ICC World Cup તા. 30 મેથી ઈગ્લેન્ડમાં શરુ થઈ રહ્યો છે. વખત ભારતીય ટીમમાં કુલ 15 ખેલાડીઓની જાહેરાત થઈ ચૂકી છે. જેમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, કેદાર જાધવ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, વિજય શંકર, દિનેશ કાર્તિક, ભૂવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા, શિખર ધવન, એમએસ ધોની, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ અને મહંમદ શમીનો સમાવેશ થાય છે. ટીમમાંથી આઠ ખેલાડીઓ એવા છે જે પ્રથમ વખત વિદેશની ધરતી પર વિશ્વકપમાં ભાગ લેવાના છે.

(5:07 pm IST)