Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

મહેન્‍દ્રસિંહ ધોનીને કંઇક થાય તો સ્‍ટમ્પની પાછળ કાર્તિક ઘણો ઉપયોગી સાબિત થાય તેમ હોવાથી રૂષભ પંતને ટીમમાં સ્થાન ન મળ્યું: વિરાટ કોહલી

મુંબઈક્રિકેટના મહાકુંભ આઇસીસી વર્લ્ડ કપ શરૂ થવામાં ગણતરીના દિવસો રહ્યા છે. જોકે વર્લ્ડ કપ પહેલાં ટીમના ખેલાડીઓની પસંદગી મામલે દિગ્ગજ ખેલાડીઓમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો છે. હાલમાં સૌથી વધારે ચર્ચા ઋષભ પંત મામલે થઈ રહી છે. સુનિલ ગાવસ્કરથી માંડીને સૌરવ ગાંગુલીએ ઋષભ પંતના પક્ષમાં પોતાનો મત વ્યક્ત કર્યો છે. જોકે પરિસ્થિતિમાં ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પંતને ટીમમાં શું કામ સ્થાન નથી મળ્યું વાતનો ખુલાસો કર્યો છે.

વિરાટ કોહલીએ કહ્યું છે કે દબાણની પરિસ્થિતિમાં દિનેશ કાર્તિકે સંયમ દેખાડ્યો. ટીમ મેનેજમેન્ટમાં બધા લોકો કાર્તિકની ખાસિયતથી વાકેફ છે.દિનેશ પાસે અનુભવ છે. ભગવાન કરે, જો મહેન્દ્ર સિંહ ધોનીને કંઈક થઈ જાય તો સ્ટમ્પની પાછળ કાર્તિક ઘણો ઉપયોગી સાબિત થઈ શકે છે. મુખ્ય કારણોસર પંતની જગ્યાએ દિનેશ કાર્તિકની પસંદગી કરવામાં આવી છે.

વિરાટ કોહલીએ સિવાય જણાવ્યું છે કે સિનિયર ખેલાડી ધોનીની હાજરીથી ભારતીય ટીમ અનુભવના મામલે અન્ય ટીમો કરતાં વધારે શક્તિશાળી બની જાય છે. ધોની હંમેશાં ટીમના હિતનું વિચારે છે. તેની પાસે જે અનુભવ છે તે વિશ્વની અન્ય ટીમોના ખેલાડીઓ પાસે નથી. તે અત્યંત સ્માર્ટ ખેલાડી છે અને સ્ટમ્પ પાછળ તે અનમોલ છે. તેની હાજરીના કારણે મને ઘણી બાબતોનો અમલ કરવાની સ્વતંત્રતા મળે છે. ધોની જેવો ખેલાડી જો ટીમમાં હોય તો તેના અનુભવના આધારે ટીમને ચાર ચાંદ લાગી જાય છે. ધોની અને રોહિત શર્મા બંને શાનદાર ક્રિકેટર છે અને તેઓ પોતાની જવાબદારી ખૂબીથી નિભાવે છે.

(4:58 pm IST)
  • દિલ્હીમાં ફેરમતદાનનો આદેશ :ઓફિસરોની ભૂલને કારણે ચૂંટણી પંચનો નિર્ણંય :ચૂંટણીપંચે દિલ્હીના ચાંદની ચોકના એક બૂથમાં રી-પોલિંગ કરાવવા આદેશ કર્યો access_time 1:16 am IST

  • નકલી બિયારણકાંડઃ કૃષિ વિભાગે તપાસ શરૂ કરી :ગાંધીનગરના માણસામાં બિયારણની દુકાનમાંથી મળી ૧૦ બિયારણની નકલી થેલીઓ મળી આવી હતીઃ ખાતરકાંડ બાદ સૌથી મોટો ઘટસ્ફોટ access_time 3:56 pm IST

  • રાજકોટમાં અતુલ મોટર્સનો કર્મચારી પાર્થ ઠાકર ૨૨૫ ગ્રાહકોના વીમા પ્રિમિયમના ૧૯.૬૦ લાખ 'ખાઇ' ગયો!: ઇન્સ્યુરન્સ એકઝીકયુટિવ તરીકે કામ કરતાં વિશ્વનગરના બ્રાહ્મણ શખ્સે ૨૦૧૬ થી ૨૦૧૮ સુધીમાં ગ્રાહકોની વિમા પ્રિમીયમની રકમ ઉઘરાવી જમા જ ન કરાવીઃ કંપનીના સીઇઓ સમર્થ ચાંદ્રાની એ-ડિવીઝનમાં ફરિયાદઃ આરોપી સકંજામાં access_time 11:22 am IST