Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

IPLમાં ૧ ટીપ્સ ઉપર કરોડો કમાયા!!

પોલીસની તમામ કોશિષ છતાંય ક્રિકેટમાં સટ્ટાનો કાળો ધંધો રોકવાનું નામ લેતું નથી. આઇપીએલમાં સટ્ટોડિયાઓ દરેક મેચના ભાવ પર સટ્ટો રમ્યા, પરંતુ દુબઇમાં બેઠેલા એક એકલાએ ટિપ્સ આપીને ૬૫ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી.

એક મીડિયાને મળેલી માહિતી પ્રમાણે ગઇ ૨૩મી માર્ચના આઇપીએલ શરૂ થઇ હતી. તેના મતે પહેલાં આખી દુનિયામાં બેઠેલા પંટરોએ ટિપ્સ માટે ટેલિગ્રામ એપથી તેમનો સંપર્ક કર્યો. તેમણે બધાને ૬૫-૬૫ હજાર રૂપિયાના હિસાબથી તેમણે જણાવેલા એકાઉન્ટસમાં રકમ જમા કરાવાનું કહ્યું. આખી દુનિયામાં તેમના અંદાજે દસ હજાર પંટર છે. ૨૬મી માર્ચના રોજ તેમણે કહ્યું કે આઇપીએલની ફાઇનલ ત્રણ ટીમોમાંથી એક ટીમ જીતશે - સન રાઇઝર્સ, મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ. આ ટિપ્સનો મતલબ હતો, તેના હિસાબથી ટુર્નામેન્ટમાં પૈસા લગાવો.

માત્ર ટિપ્સ દ્વારા જ આ બુકીએ ૬૫ કરોડ રૂપિયાનો નફો કર્યો. બાદમાં આ રકમમાંથી ૧૦ કરોડ રૂપિયા તેણે બીજા એક બુકીના મારફતે પોતે પણ એક ખાસ ટીમની જીત પર ભાવ લગાવ્યો. સૂત્રોનું કહેવું છે કે આ બુકીએ આવતા પખવાડિયે શરૂ થનાર વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટે ટિપ્સના પોતાના રેટ જાહેર કરી દીધા છે. જા પંટરોએ તેને આઇપીએલમાં ૬૫ કરોડ રૂપિયા આપ્યા હતા, તેમની પાસેથી હવે તે ૪૦ હજાર રૂપિયા લેશે, પરંતુ નવા પંટરો માટે ભાવ ૬૫ હજાર રૂપિયા પણ રહેશે.

આ બુકી જૂનના પ્રથમ સપ્તાહમાં વર્લ્ડ કપમાં અંતિમ ચારમાં પહોંચનાર ટીમોની ટિપ્સ રજૂ કરશે. સૂત્રોનું કહેવું છે કે આ બુકીની પાકિસ્તાનના વિવાદાસ્પદ એમ્પાયર અસદ રઉફની સાથે પણ સારી દોસ્તી રહી છે. થોડાંક વર્ષ પહેલાં જયારે આઇપીએલ સ્પોટ ફિકિસંગની દેશની અલગ-અલગ તપાસ એજન્સીઓ તપાસ કરી રહી હતી, ત્યારે અસદ રઉફ વોન્ટેડ હતો.

બીજીબાજુ ક્રિકેટ સટ્ટેબાજીની વિરૂદ્ઘ પોલીસે જે ઓપરેશન કર્યા છે, તેમાં ૪ મોટા સટ્ટોડિયાઓ દુબઇમાં હોવાની વાત સામે આવી છે. તેની વિરૂદ્ઘ લુક આઉટ નોટિસ રજૂ કરાઇ રહી છે. પોલીસ તપાસમાં એ પણ વાત સામે આવી છે કે કેટલાંય મોટો બુકી કસીનોના લાઇસન્સ પર દેશભરમાં સટ્ટો રમી રહ્યાં છે.

(3:30 pm IST)