Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

હાર્દિકની ટેલેન્ટની બરોબરીમાં કોઈ નથી, મુંબઈને ચેમ્પિયન બનાવવા બેટીંગ- બોલીંગમાં સિંહફાળો : સેહવાગ

ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ હાર્દિક પંડ્યા પર ઓવારી ગયો છે અને કહે છે કે ભારતીય ટીમમાં તેના જેવો પ્રતિભાશાળી કોઈ નથી. મુંબઈ ઇન્ડિયન્સને રેકોર્ડ ચોથી વાર ચેમ્પિયન બનાવવામાં પણ હાર્દિકનું યોગદાન મૂલ્યવાન હતું. થોડા સમય માટે એક ચેટ-શો દરમ્યાન અભદ્ર ટિપ્પણી બદલ બદનામ અને બેન થયેલા હાર્દિકે કમાલનું કમબેક કર્યું છે અને આજે ચાહકો ટીમ ઇન્ડિયાના વર્લ્ડ કપ મીશનમાં તેને ટ્રમ્પ કાર્ડ ગણાવી રહ્યા છે.

હાર્દિક જેવા પ્રતિભાશાળી ખેલાડીનો કોઈ વિકલ્પ ન હોઈ શકે એમ જણાવીને સેહવાગે કહ્યું હતું કે હાર્દિક બોલ અને બેટ બન્ને વડ કમાલ કરે છે અને તેની ટેલન્ટની સમકક્ષ કોઈ નથી. એક ઉમદા ઓલરાઉન્ડર અને હાલની ઘડીએ તેની પ્રતિભાની આસપાસનો પણ કોઈ ખેલાડી નજરે પડતો નથી. એ લાજવાબ છે અને એટલે જ વિવાદો છતાં ટીમમાં આટલો જલદી કમબેક કરી શકયો છે. મને વિશ્વાસ છે કે આ વર્લ્ડ કપમાં તે તેની અનેરી છાપ છોડવામાં સફળ થશે.

(4:55 pm IST)