Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ભવિષ્યમાં કોહલી-ધોનીનું સ્થાન લઈ શકે છે આ ૫ યુવા ખેલાડીઓ

શુભમન ગીલ - શ્રેયસ ગોપાલ - રાહુલ ચાહર - નવદીપ સૈની - રિયાન પરાગ

મુંબઇ,તા.૧૬ : સ્લોગન ગેમ બનાયેગા નેમ બિલકુલ સાચું પુરવાર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષ કરતાં આ વખતે યુવા પ્લેયર્સ ધાર્યા કરતાં ઘણું સારું પ્રદર્શન કરાવ્યું. કેટલાક યુવા પ્લેયર્સે એટલું જોરદાર પ્રદર્શન કર્યું તો તેમને લઈ ભવિષ્યવાણીઓ પણ થવા લાગી. આ આઈપીએલમાં એવા પાંચ યુવા પ્લેયર્સ સામે આવ્યા જ ભવિષ્યમાં ધોની અને કોહલીનું સ્થાન મેળવવા મજબૂત દાવેદારી નોંધાવી રહ્યા છે.

૧. શુભમન ગીલ : કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમનારા શુભમન ગીલે ટીમ ઈન્ડિયામાં ચોથા નંબર માટે મજબૂત દાવેદારી નોંધાવી છે. આ સીઝનમાં તેણે ૧૪ મેચમાં ૧૨૪.૩૬ની સ્ટ્રાઇક રેટથી ૨૯૬ રન ફટકાર્યા.

૨. શ્રેયસ ગોપાલ : શ્રેયસ ગોપાલે પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી તમામ લોકોને પ્રભાવિત કર્યા છે. ગોપાલે બોલિંગ ઉપરાંત બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ગોપાલે આ સીઝનમાં આરસીબી વિરુદ્ધ હેટ્રિક પણ લીધી. ગૌતમે આ સીઝન ૭.૨૨ની ઇકોનોમીથી ૨૦ વિકેટ લીધી. તે સૌથી વધુ વિકેટ લેવાના મામલે ચોથા નંબરે રહ્યા

૩. રાહુલ ચાહર : સીએસકે  તરફથી રમતાં દીપક ચાહરે જોરદાર પ્રદર્શન કર્યુ તો બીજા ભાઈ રાહુલ ચાહરે મુંબઈ ઈન્ડિયન્સ માટે આ કામ કર્યું. રાહુલે પોતાના લેગ સ્પિનથી સૌને પ્રભાવિત કર્યા છે. રાહુલે ફાઇનલમાં પણ મુંબઈની મેચમાં વાપસી કરાવી હતી. આ સીઝનમાં રાહુલે ૧૩ મેચ રમી, જેમાં તેણે ૬.૫૫ની ઇકોનોમીથી ૧૩ વિકેટ લીધી. લેગ સ્પિનર્સની બોલબાલા હાલ વિશ્વ ક્રિકેટમાં ચાલી રહી છે. એવામાં તેની પાસે સારી તક છે.

૪. નવદીપ સૈનીઃ આરસીબી  સાથે કંઈક સારું થયું તો તે તેમને એક ફાસ્ટ બોલર મળવું તે છે. નવદીપ સૈની એવો બોલર બનીને બહાર આવ્યો છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. સૈની સતત ૧૪૦થી વધુ ઝડપે બોલ ફેંકીને પોતાની ટેલેન્ટ બતાવી ચૂક્યો છે. નવદીપ આવનારા ભવિષ્યમાં ભારતીય ટીમનો હિસ્સો માનવામાં આવી રહ્યો છે. ૧૩ મેચમાં ૧૧ વિકેટ લેનારો નવદીપ પોતાની ટીમનો સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે.

૫. રિયાન પરાગ : આઈપીએલ ૨૦૧૯માં રિયાન પરાગે સૌથી વધુ લોકોનું ધ્યાન ખેંચ્યું. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મીથે રિયાનને ભારતીય ટીમનું ભવિષ્ય ગણાવ્યો છે. રિયાને આ સીઝનમાં પોતાની ટીમને અનેક જીત અપાવી. રિયાન હેલિકોપ્ટર શોટ મારીને એવું દર્શાવ્યું કે તે સ્ફોટક બેટિંગ પણ કરવા સક્ષમ છે. રિયાને ૭ ઈનિંગમાં ૧૨૬.૯૮ના સ્ટ્રાઇક રેટથી ૧૬૦ રન કર્યા છે. ૧૭ વર્ષીય રિયાને બોલિંગમાં પણ બે વિકેટ લીધી છે.

(4:55 pm IST)