Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કોમનવેલ્થમાં હેવીવેઈટ બોક્સિંગમાં મેડલ જીતનાર નીયિકાનો મેડલ ચોરી

નવી દિલ્હી: ગયા મહિને યોજાયેલ ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ રમતોત્સવમાં હેવીવેઈટ હરીફાઈમાં પોતે જીતેલો ગોલ્ડ મૅડલ ઑક્લેન્ડમાં પોતાની કારમાંથી ચોરાઈ જવા પછી ન્યૂ ઝીલેન્ડના બૉક્સર ડેવિડ નિયિકાએ તે પાછો આપવાની લોકોને અરજ કરી છે.

૨૨ વર્ષના નિયિકાએ ન્યૂઝીલેન્ડ ટેલિવિઝનને કહ્યું હતું કે તે પોતાનો મૅડલ તેના એક ચાહકને દેખાડવા લઈ રહ્યો હતો ત્યારે ચોરોએ તેને છીનવી લીધો હતો.
મને મારો મૅડલ પાછો જોઈએ છે. અન્ય કોઈ માટે તે કોઈ મહત્ત્વ ધરાવતો નથી, પણ મારા માટે તે કિંમતી છે, એમ તેણે કહ્યું હતું. ડિટેક્ટીવ સર્જન પોલ સ્લેટરે કહ્યું હતું કે પોલીસ સી. સી. ટી. વી. મારફતે તપાસ કરી રહી છે.

 

(3:51 pm IST)