Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

માર્ક વોએ સિલેકટરપદેથી આપ્યુ રાજીનામુ : હવે કરશે કોમેન્ટરી

ઓસ્ટ્રેલિયાના બાવન વર્ષના ભૂતપૂર્વ ક્રિકેટર માર્ક વોએ કોમેન્ટેટર બનવા માટે નેશનલ સિલેકટરપદેથી રાજીનામુ આપી દીધુ છે. ઓસ્ટ્રેલિયાના આગામી ઝિમ્બાબ્વે અને ઈંગ્લેન્ડના પ્રવાસે તે આ પેનલમાં રહેશે અને ૩૧ ઓગષ્ટ બાદ તે પોતાનો કોન્ટ્રેકટ રિન્યુ નહિં કરાવે. આ વિશે તેણે કહ્યુ હતું કે ગત ૪ વર્ષથી મને સાથી સિલેકટરો, કોચીંગ સ્ટાફ અને ખેલાડીઓ સાથે કામ કરવાની મજા આવી. મારૂ માનવુ છે કે ઓસ્ટ્રેલિયા પાસે ટેલન્ટની કમી નથી. આગામી સમયમાં ટીમ લગાતાર સારૂ પ્રદર્શન કરતી રહેશે.

(12:39 pm IST)