Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

વધુ એક સિદ્ધિ : કોહલીએ પાંચમી વાર બનાવ્યા ૫૦૦થી વધારે રન

ચાર વખત ૫૦૦ રન બનાવવાનો ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડ્યો

બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ પાંચમી વાર આઈપીએલમાં ૫૦૦થી વધારે રન બનાવ્યા છે અને આવુ કરનારો તે પહેલો ક્રિકેટર બન્યો છે. આ સીઝનમાં તેણે ૧૨ મેચોમાં ૫૧૪ રન બનાવ્યા છે. આ પહેલા વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરે ૪-૪ વાર ૫૦૦થી વધારે રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૭માં અનુક્રમે ૬૪૧, ૮૪૮, ૫૬૨ અને ૫૨૮ રન બનાવ્યા હતા. વોર્નરે લગાતાર ચાર વર્ષ સુધી ૫૦૦થી વધારે રન બનાવ્યા છે.

વિરાટ કોહલીએ ૨૦૧૧માં ૫૫૭, ૨૦૧૩માં ૬૩૪ રન, ૨૦૧૫માં ૫૦૫ રન, ૨૦૧૬માં ૯૭૩ રન અને આ વર્ષે અત્યાર સુધીમાં ૫૨૪ રન બનાવ્યા છે. તેણે ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડ્યો છે પણ લગાતાર ચાર વર્ષ સુધી ૫૦૦થી વધારે રન બનાવવાનો રેકોર્ડ વોર્નરના નામે જ છે. બોલ ટેમ્પરીંગના આરોપોના કારણે એક વર્ષનો પ્રતિબંધ હોવાથી વોર્નર આ વર્ષે આઈપીએલમાં ભાગ લઈ શકયો નથી.

આઈપીએલમાં ૫૦૦થી વધારે રન ત્રણ વાર બનાવનારા ક્રિકેટરોમાં સુરેશ રૈના, ક્રિસ ગેઈલ અને ગૌતમ ગંભીરનો સમાવેશ છે.(૩૭.૩)

(12:39 pm IST)