Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

પંકજનો પરચો

ભારતના નંબર વન સ્નૂકર ખેલાડી પંકજ અડવાણીએ મુંબઈના માનવ પંચાલને સીસીઆઈ (ક્રિકેટ કલબ ઓફ ઈન્ડિયા) ઓલ ઈન્ડિયા ઓપન સ્નૂકર ચેમ્પિયનશીપના બેસ્ટ ઓફ ૭-ફ્રેમ રાઉન્ડની મેચમાં ૪-૦થી હરાવીને ૨૫ હજાર રૂપિયાના હાઈએસ્ટ બ્રેક-પ્રાઈઝ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. રાઉન્ડ ઓફ ૬૪માં વર્લ્ડ નંબર ૪ રેલ્વેના કમલ ચાવલાનો લકી વટલાની સામે ૧-૪થી અને વર્લ્ડ નંબર - પાંચ સૌરવ કોઠારીનો મલકિતસિંહ સામે ૩-૪થી પરાજય થયો હતો.

(3:45 pm IST)