Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ચલો ફીર ગેમ દિખાતે હૈ...

આઈપીએલએ વિરાટ અને ધોનીનો વિડીયો શેર કર્યો

નવી દિલ્હી, તા. ૧૬ : એકાદ સપ્તાહમાં આઈપીએલ શરૂ થઈ રહ્યો છે. આઈપીએલનો પ્રથમ મુકાબલો વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્ઝ વચ્ચે રમાશે. આઈપીએલના ટ્વીટર ઉપર વિરાટ અને ધોનીનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં બંને દિગ્ગજ ક્રિકેટરો એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે. આ વિડીયોમાં બેંગ્લુરૂ અને ચેન્નાઈના પ્રશંસકો કોહલી.... કોહલી... અને ધોની... ધોની...ની બૂમો પાડતા જોવા મળશે. આ વિડીયોમાં વિરાટ અને ધોની પોતપોતાની ટીમોની જર્સી પહેરીને બાલ્કનીમાં ચા પીતા જોવા મળે છે. વિરાટ ધોનીને પૂછે છે કે શું લાગી રહ્યું છે? ધોની જવાબ આપે છે કે ધોની અને કોહલી તો માત્ર નામ છે. વિરાટ કહે છે ચલો ફીર ગેમ દીખાતે હૈ, ધોની કહે છે બિલકુલ ૨૩ માર્ચના. વિરાટ હસીને કહે છે શ્યોર.(૩૭.૫)

(3:44 pm IST)