Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

સાઇના કશ્યપ અને સૌરવ પહોંચ્યાં નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપની સેમી ફાઇનલ

ભારતની સ્ટાર શટલર સાઇના નેહવાલ, પારૂપલ્લી કશ્યપ, સૌરવ વર્મા ૮૩મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપની સેમી ફાઇનલમાં પહોંચી ગયાં છે. વિમેન્સ સિંગલ્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સાઇનાએ મુંબઈની નેહા પંડિતને વન-સાઈડેડ મુકાબલામાં ૨૧-૧૦, ૨૧-૧૦થી હરાવી હતી.  હવે સાઇનાનો મુકાબલો નાગપુરની બાવીસ વર્ષની કવોલિફાયર વૈશાલી ભાલે સામે થશે, જે ગયા વર્ષે ભારતની ઉબર કપની ટીમમાં હતી. મેન્સ સિંગલ્સમાં સાઇનાના હસબન્ડ અને ૨૦૧૨ના ચેમ્પિયન પારૂપલ્લી કશ્યપે બોધિત જોશીને ૨૧-૧૮, ૨૧-૧૬થી. હરાવ્યો હતો, હવે સેમી ફાઇનલમાં તેનો મુકાબલો  લક્ષ્ય સામે થશે. એ પહેલાં ભૂતપૂર્વ ચેમ્પિયન સૌરવ વર્માએ સાઈ પ્રણીથને ૨૧-૧૧, ૨૧-૨૩, ૨૧-૧૮થી હરાવ્યો હતો. સૌરવ ગયા વર્ષ રશિયા  ઓપન અને ડચ ઓપનમાં સુપર ૧૦૦ ના ટાઇટલ્સ જીત્યાં હતાં. હવે તેનો મુકાબલો કૌશલ ધર્મવીર સામે થશે. ઓલિમ્પિક સિલ્વર-મેડલિસ્ટ ભારતની પી. વી. સિંધુનો સેમી ફાઇનલ મુકાબલો અશ્મિતા ચલીહા સામે થશે.

(3:21 pm IST)