Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

આઈપીએલની હરરાજીમાં કોઈ ખરીદનાર નહીં મળતા ઇશાંત શર્મા ઈંગ્લીશ કાઉન્ટી ટીમ સસેક્સમાં જોડાઈ ગયો

કાઉન્ટી ટીમ માટે પાંચ પ્રથમ શ્રેણી અને આઠ લિસ્ટ -એ મેચ રમશે :બીસીસીઆઇની અધિકારીક મંજૂરીની જોવાતી રાહ

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ઇશાંત શર્માને આઈપીએલની હરરાજીમાં કોઈ ખરીદનાર નહિ મળતા હવે તે ઈંગ્લીશ કાઉન્ટી ટીમ સસેક્સ ટીમથી જોડાઈ ગયા છે.ઇશાંત શર્મા કાઉન્ટી ટીમ માટે પાંચ પ્રથમ શ્રેણી અને આઠ લિસ્ટ-એ મેચ રમશે.જોકે જાણવા મળ્યા મુજબ ઇશાંત શર્મા બીસીસીઆઈથી આધિકારિક મંજુરીની રાહ જોઈ રહ્યા છે.

   જાણવા મળ્યા મુજબ કાઉન્ટી ટીમમાં ઇશાંત શર્મા ૪ એપ્રિલથી ૪ જૂન સુધી રમશે. જેમાં આ ખેલાડી પોતાને સસેક્સ માટે કાઉન્ટી ચેમ્પિયનશીપ પહેલા પાંચ મેચ અને રોયલ લંડન વનડે કપ ગ્રુપ મેચની બધી આઠ મેચ માટે ઉપલબ્ધ રહેશે.

     ઇશાંત શર્માએ જણાવ્યું હતું છે કે, હું સસેક્સનો વિશેષ આભાર માનવા ઇચ્છુ છુ જેને મારા વર્તમાન પ્રદર્શનને ધ્યાનમાં રાખી મને આ ભૂમિકા માટે ઉપયોગી સમજ્યો છે  મને આશા છે કે, હું આ સત્રમાં સસેક્સ પરિવાર માટે સારૂ પ્રદર્શન કરી શકીશ.

    સસેક્સના ક્રિકેટ નિર્દેશક કીથ ગ્રીનફિલ્ડે જણાવ્યું છે કે, તેમની સેવાઓ લેવી અમારા માટે ઘણી મહત્વની છે. જોફ્રા આર્ચર અને ક્રિસ જોર્ડનને આઈપીએલ હરાજીમાં પસંદ કરવામાં આવ્યા જેનાથી અમારા માટે આંતરરાષ્ટ્રીય સ્તરના અનુભવી ઝડપી બોલરને સામેલ કરવાની ઘણી જરૂરત હતી. ઈશાંત શર્મા પ્રથમ વખત કાઉન્ટી ક્રિકેટમાં રમશે

(9:18 pm IST)