Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

લોડ્ર્સમાં વિન્ડીઝ અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ વચ્ચે ટી-૨૦ મેચ રમાશે

વાવાઝોડાના લીધે કેરોબીયન મેદાનોમાં ભારે નુકશાન થયુ હતું : ૩૧મી મેના રમાશે મેચ : સત્તાવાર દરજ્જો

લંડન : વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ તાજેતરમાં વાવાઝોડાના કારણે નુકશાની પામેલ કેરેબીયન મેદાનોના લાભાર્થે ભંડોળ ઉભુ કરવાને રેસ્ટ ઓફ ધ વર્લ્ડની ટીમ સામે લોડ્ર્સ ખાતે એક ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ આ વર્ષે રમશે.

મેચનું ૩૧મી મેએ આયોજન થનાર છે અને આઈ.સી.સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ) તરફથી તેને સત્તાવાર દરજ્જો અપાવા સાથે પૂરા સહકારની ખાતરી આપવામાં આવી છે.

મેચમાંથી ઉભા થનાર નાણા એન્ગુલામાં જેમ્સ રોનાલ્ડ વેબસ્ટર પાર્ક તથા ડોમીનીકાના વિન્ડસર પાર્ક ખાતેના સ્ટેડિયમોના લાભાર્થે ખર્ચવામાં આવશે જેને ગયા સપ્ટેમ્બરમાં વંટોળીયામાં ભારે નુકશાન પહોંચ્યુ હતું, એમ મેરીલીબોર્ન ક્રિકેટ કલબ (એમ.સી.સી.) તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતું.

(3:53 pm IST)