Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

હારથી આગળ વધીને બીજી મેચમાં કમબેક કરીશું : શ્રેયસ ઐયર

દેશ મિડલ ઓર્ડરમાં ધબડકો જોવા તૈયાર નથી : વેસ્ટઇન્ડિઝમાં કમબેક કર્યું હતું તેમ આ સિરીઝમાં કમબેક કરીશું : મેચ હારી ગયા છે સિરીઝ નહીં : શ્રેયસ ઐયર

નવીદિલ્હી, તા. ૧૬ : ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વનડેની સીરિઝમાં જીવંત રહેવા રાજકોટ ખાતેની બીજી મેચ જીતવી જરૂરી છે. મેચના એક દિવસ પહેલા મિડલ ઓર્ડરમાં સતત સારું પ્રદર્શન કરીને ટીમમાં પોતાનું સ્થાન સિમેન્ટ કરનાર શ્રેયસ ઐયરે મીડિયા સાથે વાત કરી હતી. શ્રેયસ અય્યરે કહ્યું કે, અમે નહીં, આખો દેશ રીતે મિડલ ઓર્ડરમાં અમારો ધબડકો જોવા તૈયાર નથી. પ્રકારના ખરાબ દિવસો રમતનો એક ભાગ છે. તે હારને ભૂલીને અમે આગળ વધી ગયા છીએ.

                   એક ટીમ તરીકે અમે આખી સીઝનમાં સારો દેખાવ કર્યો છે અને તે માત્ર એક ઓફ ડે હતો. અમે નિરાશ નથી થયા પરંતુ તે સાથે અમે ઘણું બધું શીખ્યા છીએ. અમે વેસ્ટ ઇન્ડિઝ સામે પણ -૧થી પાછળ રહ્યા પછી સીરિઝ પોતાના નામે કરી હતી. અમે મેચ હાર્યા છીએ, સીરિઝ નહીં. અમે પહેલી મેચ પછી ડ્રેસિંગ રૂમમાં ચર્ચા કરી હતી. અમને એકબીજા પર ભરોસો છે કે દબાણમાં કોઈ એક ખેલાડી સારું રમીને મેચ જીતાડશે. ગઈ મેચમાં અમે ત્રણેય ડિપાર્ટમેન્ટમાં ખરાબ રમ્યા હતા. અમે આવતીકાલે સારું રમીને સ્ટ્રોંગ કમબેક કરીશું. અત્યારની પરિસ્થિતિમાં દરેક ખેલાડી કોઈપણ ક્રમે બેટિંગ કરવા તૈયાર હોવો જોઈએ.

ટીમમાં જે રીતની કોમ્પિટિશન છે, તે જોતા ટીમમાં બની રહેવા કોઈ કઈ કહી શકે. એક ક્રમે બેટિંગ કરવા મળતી નથી તે વાત કરવી એકદમ નકામી છે. ટીમ એક્સપરિમેન્ટ કરી રહી છે અને અમને આશા છે કે અમને દરેક બેટ્સમેન માટે એક ફિક્સ ક્રમ મળી જશે.

(8:03 pm IST)