Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ડ્રગ ટેસ્ટમાં ફેલ થતાં રોબર્ટ ફારાહ થયો ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર

બોગોટા : પુરુષ ડબલ્સમાં નંબર- વન પ્લેયર રોબર્ટ ફારાહ ડગ ટેસ્ટમાં ફેલ થતાં ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ફેડરેશને લગાડેલા પ્રતિબંધ બાદ રોબર્ટે આ પ્રતિબંધને સ્વીકાર્યો છે. આ બાબતે માહિતી આપતાં ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશને કહ્યું હતું કે ૨૦૧૯માં ઓકટોબરની ૧૯મી તારીખે રોબર્ટ ફારાહનાં લીધેલાં સેમ્પલમાં પ્રતિબંધિત પદાર્થ મળ્યા હોવાને લીધે તેને કોમ્પિટિશનમાંથી બહાર કરવામાં આવે છે. આ કેસ ટીએડીપી હેઠળ આર્ટિકલ-૮ હેઠળની પ્રક્રિયા મુજબ ચલાવવામાં આવશે.

(1:10 pm IST)