Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ટેનિસના તારે ઝમીન પર

ઓસ્ટ્રેલિયાનાં જંગલોમાં લાગેલી આગમાં જે લોકોને અસર પહોંચી છે તેમની મદદ કરવા માટે સ્પોર્ટ્સ જગત આગળ આવ્યું છે. ટેનિસ જગતના દિગ્ગજ પ્લેયરો આ અસરગ્રસ્તોને મદદ કરવા મેલબર્નમાં રેલી ફોર રિલીફ નામની ઇવેન્ટ માટે ભેગા થયા હતા, જેમાંથી એકત્ર થનારું ભંડોળ અસરગ્રસ્તોને મદદ કરવા માટે વાપરવામાં આવશે. આ ઇવેન્ટમાં (ડાબેથી) સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરર, ઓસ્ટ્રેલિયાના નીક કેર્ગિઓસ, જપાનની નિઓમી ઓસાકા, એલેકઝેન્ડર ઝેરેવ, ઓ સ્ટ્રિયાના ડોમનિક થેમ, અમેરિકાની સેરેના વિલિયમ્સ, ડેનમાર્ડની કેરોલિન વોઝનિઆકી, ચેક રિપબ્લિકની પેટ્રા કિવટોવા, અમેરિકાની કોકો ગોફ, સર્બિયાનો નોવાક જોકોવિચ, ગ્રીસના સ્ટેફનોસ ત્સીત્સીપાસ અને સ્પેનના રાફેલ નડાલે ગ્રુપ-ફોટો દરમ્યાન આ પોઝ આપ્યો હતો.

(1:08 pm IST)