Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ગોવાના પૂર્વ રણજી ક્રિકેટર રાજેશ ઘોડગેનું મેદાનમાં હાર્ટ એટેકથી મોત

નવી દિલ્હી: ગોવાના પૂર્વ રણજી ક્રિકેટર રાજેશ ઘોડગેને એક સ્થાનિક મેચ દરમિયાન હાર્ટ એટેક આવવાથી મેદાન પર જ મોત થયું હતું. આ મેચ મડગાંવના રાજેન્દ્ર પ્રસાદ સ્ટેડિયમમાં રમાતી હતી. ટુર્નામેન્ટના આયોજક મડગાંવ ક્રિકેટ ક્લબના સેક્રેટરી પૂર્વ ભાંબરે જણાવ્યું કે, 46 વર્ષીય રાજેશ ઘોડગે એમસીસી ચેલેન્જર્સ તરફતી એમસીસી ડ્રેગન્સ સામે બેટિંગ કરતા હતા. તે 30 રન બનાવીને રમી રહ્યા હતા અને નોન સ્ટ્રાઇક્ટર એન્ડ પર ઉભા હતા, ત્યારે અચાનક મેદાન પર ઢળી પડ્યા હતા.ઘોડગેને તાત્કાલિક નજીકની ઈએસઆઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાંથી તેમને ડોક્ટરે બીજી હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું. જે બાદ તેમને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા.ઘોડગે 90ના દાયકમાં ગોવા રણજી ટીમ તરફથી અનેક મેચ રમ્યા હતા. ઉપરાંત ઘણી વન ડે મેચમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પહેલા તેમને ક્યારેય કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી તકલીફનો સામનો કરવો પડ્યો નહોતો.

(6:40 pm IST)
  • અરુણાચલ પ્રદેશમાં 23 વર્ષ સુધી ભાજપના ચીફ મિનિસ્ટર રહેલા જગોન્ગ એપાંગનું પાર્ટીમાંથી રાજીનામું : બાજપેયીજીના સિદ્ધાંતોને નેવે મૂકી સત્તા મેળવવા પ્રતિ ભારતીય જનતા પાર્ટીની દોટથી વ્યથિત : પાર્ટી પ્રેસિડન્ટ અમિત શાહને પત્ર લખી રાજીનામુ મોકલ્યું access_time 7:04 pm IST

  • ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહને સ્વાઈન ફલૂ થયો : દિલ્હી સ્થિત એઇમ્સમાં દાઝલ કરાયા : શ્રી શાહે ટ્વીટર પર ટ્વીટ કરીને ખુદ જણાવ્યું : એઇમ્સના વરિષ્ઠ ડો. રણદીપ ગુલેરિયાની દેખરેખમાં ચાલી રહી છે અમિતભાઈની સારવાર access_time 10:04 pm IST

  • કનૈયાકુમારનો ક્યાં મોઢે વિરોધ કરશો?: શિવસેનાના સામનામાં સરકાર પર પ્રહાર :શિવસેનાએ કહ્યું કે મહબૂબા મુફ્તી સાથે ગઠબંધન કરનાર કોઈપણ પ્રકારે કન્હૈયા કુમારના દેશદ્રોહ મામલોનો રાજનીતિક ફાયદો ઉઠાવવાની કોશિશ ના કરવી જોઈએ access_time 1:12 am IST