Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ઓસ્ટ્રેલિયાના કોચે ભારતીય કપ્તાન વિરાટ કોહલીની આ ખેલાડી સાથે કરી તુલના..

નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લૈંગરે ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીની તુલના સચિન તેંડુલકર સાથે કરતા મંગળવારે જણાવ્યું હતું કે ભારતીય કપ્તાનનું ક્રિકેટના દરેક ફોર્મેટ્સમાં રમતી વખતે જે રીતે સંતુલન બનાવે છે તે અવિશ્વસનીય છે. ઑસ્ટ્રેલિયાની હાર બાદ કોચે જણાવ્યું હતું કે હું આ બન્ને ખેલાડીઓને મારી ટીમમાં રાખવા માગુ છું. સચિન એક અવિશ્વસનીય ક્રિકેટર છે. હું જ્યારે પણ તેમને રમતા જોતો કે મને લાગતું કે તેઓ ધ્યાનમગ્ન છે. તેઓ એકદમ શાંતચિત થઇને ક્રિકેટ રમતા હતા અને એટલા માટે જ તેમના રેકૉર્ડ અદ્વિતીય છે.લૈંગરનું માનવું છે કે સચિન, ધોની અને વિરાટ મહાન ખેલાડીઓ છે અને ઑસ્ટ્રેલિયાની ટીમના યુવા ખેલાડી આ માહાન ખેલાડીઓનો સામનો કરી રહ્યા છે જે તેમના માટે સારી બાબત છે. તેઓ આ અનુભવથી સારા ખેલાડી બનશે.કોહલીએ પોતાની વન-ડે મેચમાં 39મી સદી ફટકારી ભારતને બીજી વન-ડે મેચ જીતાડી છે. જ્યારે કોહલીના શાનદાર પ્રદર્શનને લઇને ઑસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લૈંગરે કોહલીના વખાણ કરતા કહ્યું હતું કે ભારતીય કપ્તાનનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હજી પણ એવો જ પ્રભાવ છે કે જેવો અમારા જમાનામાં તેંડુલકરનો હતો. ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બજી વન-ડે મેચમાં ભારતે 6 વિકેટથી ઑસ્ટ્રેલિયાને હાર આપી હતી.

 

(6:40 pm IST)