Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

મનુ સ્વાહને બન્યા ICCના નવા CEO

આઈસીસીએ મનુ સ્વાહનેને પોતાના નવા સીઈઓ નિયુકત કર્યાની ઘોષણા કરી હતી. સિંગાપોર સ્પોટ્ર્સ હબના ભૂતપૂર્વ સીઈઓ અને ઈએસપીએન સ્ટાર સ્પોટ્ર્સના મેનેજીંગ ડીરેકટર રહી ચૂકેલા સ્વાહને આવતા મહિને આઈસીસી સાથે જોડાશે. વર્લ્ડકપ બાદ જુલાઈમાં વર્તમાન સીઈઓ ડેવિડ રિચર્ડસનની જગ્યા લેશે. સ્વાહનેની નિયુકિતને આઈસીસીના ચેરમેન શશાંક મનોહર અને નામાંકન સમિતિ દ્વારા નિયુકિત પ્રક્રિયા પૂરી કર્યા બાદ મંજૂરી આપવામાં આવી હતી. શશાંક મનોહરે કહ્યુ હતું કે સ્વાહનેની નિયુકિતની ઘોષણા કરતા મને આનંદની લાગણી થઈ રહી છે. તેઓ ૨૨ વર્ષના પોતાના વ્યવસાયિક અનુભવને આઈસીસીમાં લાવશે. રમતના વૈશ્વિક વિકાસની રણનીતિનું નેતૃત્વ કરશે.

(3:51 pm IST)
  • રાજ્યમાં ટેકાના ભાવે ૧૦૧ સેન્ટરો પરથી તુવેરની ખરીદી શરૂ : રૂપિયા ૫,૬૭૫ પ્રતિ કિલો કવિન્ટલે તુવેરની ખરીદી access_time 2:52 pm IST

  • સામુહિક ધર્માન્તર કોઈપણ દેશ માટે ચિંતાનો વિષય છે અને તેના પર ચર્ચા જરૂરી :કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે અમને મત મળે કે ના મળે ,અમે સરકાર બનાવીએ કે ના બનાવીએ અમે જીતીએ કે હરિએ પરંતુ અમે લોકો વચ્ચે ભેદભાવ નહિ કરીએ ;અત્રે ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન બિલ મામલે આસામમાં જબરો વિરોધ થઇ રહ્યો છે access_time 1:23 am IST

  • રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ :યાર્ડના ચેરમેનપદે ડી,કે,સખીયા અને વાઇસ ચેરમેન તરીકે હરદેવસિંહ જાડેજા પુન;આરૂઢ :ચૂંટણી પ્રક્રિયામાં અન્ય કોઈનું નામ નહિ આવતા બંને બિનહરીફ ચૂંટાયા access_time 2:46 pm IST