Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

રાજ્ય એથ્લેટીક ચેમ્પીયનશીપમાં પોરબંદરના ખેલાડીઓને ૧૧ ગોલ્ડમેડલ

પોરબંદર તા. ૧૬ : ૩૭મી ગુજરાત રાજ્ય માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપમાં પોરબંદરના ખેલાડીઓનો ગૌરવપૂર્ણ દેખાવ કર્યો હતો.

જુનાગઢ શહેરમાં ૩૭મી રાજ્ય માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપ યોજાયેલ. જેમાં પોરબંદર જિલ્લાના ૪૭ ખેલાડીઓએ ભાગ લીધેલ તેમાંથી ૨૬ ખેલાડીઓએ કુલ ૪૧ ચંદ્રકો જેમાં ૧૧ ગોલ્ડ તથા ૨૦ સિલ્વર તથા ૧૦ બ્રાઉન્ઝ ચંદ્રકો તથા સર્ટીફીકેટો મેળવી પોરબંદરનું નામ રોશન કરેલ છે.

પોરબંદર જિલ્લાના સેક્રેટરી અને ગુજરાત રાજ્યના વર્કીંગ પ્રેસીડેન્ટ વજુભાઇ આર. પરમાર છેલ્લા ૧૮ વર્ષથી ટીમ લઇને રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટીમ લઇને જાય છે અને સ્પર્ધામાં ભાગ લ્યે છે.

(1:04 pm IST)