Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

મેં મારી કારકિર્દીમાં બધુ જ મેળવી લીધુ છે : પેસ

નવી દિલ્હી : પોતાની ૪૪ વર્ષની ઉંમરે ૧૮ ગ્રાન્ડ સ્લામના તાજ અને ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ લિયેન્ડર પેસ પોતાના માટે નવા લક્ષ્ય શોધવામાં મુશ્કેલી અનુભવી રહ્યો છે, પણ શકિતનું પ્રદર્શન કરતી વર્તમાન ટેનીસમાં સંબંધિત રહેવા માટે તેણે ઓફ સિઝન શ્રમિક ગુજારી હતી : પેસના ઘણા સાથી ખેલાડીઓ કોચ બની ચૂકયા છે અને તેનાથી અન્ય કેટલાક જુનિયર ખેલાડીઓએ તો રેકેટ પણ છોડી દીધુ છે, પણ આ મહાન ખેલાડીની ટેનિસ માટેની ભૂખ હજી ઓછી થઈ નથી.

પેસે કહ્યુ કે નિવૃતિ લેવાનો સવાલ અવાર - નવાર ઉભો થતો હોય છે અને ઘણાને આશ્ચર્ય થઈ રહ્યુ છે કે ટેનિસ હજી રમતા રહેવા પાછળ મારો શું ભેદ છે? હું મારી કારકિર્દીના સારા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું મારે હવે કંઈ પુરવાર કરવાનુ રહેતુ નથી. (૩૭.૧૭)

(7:56 pm IST)