Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

વિરૂષ્કાનો ઈન્સ્ટાના ટોપના ૨૫ દંપત્તિમાં સમાવેશ

હાઈપ ઓડિટર દ્વારા યાદી તૈયાર કરાઈ

અમદાવાદ, તા. ૧૫ : ઇન્સ્ટાગ્રામ પર સૌથી પ્રભાવશાળી હસ્તીઓના ગ્લોબલલિસ્ટમાં ટોપ ૨૫માં પાવર કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને સ્થાન મળ્યું છે. ગ્લોબલ ડેટા કલેક્શન અને એનાલિસિસ પ્લેટફોર્મ હાઈપ ઓડિટર દ્વારા આ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

આ લિસ્ટ માટે ૧,૦૦૦ સેલિબ્રિટીઝનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને તેમના ઓડિયન્સની ક્વોલિટી તેમજ ઓથેન્ટિક એન્ગેજમેન્ટના આધારે રેક્નિંગ આપવામાં આવ્યું છે. જેમાં જોવામાં આવ્યું હતું કે, આ ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મની મદદથી આ સેલિબ્રિટીઝ જાગૃતિ લાવવા, લોકોને સશક્ત કરવા કે પ્રેરિત કરવા માટે કેટલા સક્ષમ છે તેમજ સાથે જ સોશિયલ મીડિયા પર તેમનો અવાજ અને પાવર કેવો અને કેટલો છે.

વિરાટ આ લિસ્ટમાં અગિયારમાં સ્થાને છે જ્યારે અનુષ્કા ૨૪માં સ્થાને છે. કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણ ટોપ ૫૦માં અનુક્રમે ૪૩માં અને ૪૯માં સ્થાને છે.  અનુષ્કા છેલ્લે આનંદ એલ. રાયની 'ઝીરોલ્લમાં બિગ સ્ક્રીન પર જોવા મળી હતી. જે પછીથી તેણે એક એક્ટર તરીકે તેનો આગામી કોઈ પ્રોજેક્ટ સાઇન કર્યો નથી.

(7:46 pm IST)