Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

વોર્નર, સ્મિત અને લાબુશેનથી સાવધ રહેવું પડશે : સચિન

નવી દિલ્હી,તા.૧૫: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં પિંક બોલથી ઐતિહાસિક ટેસ્ટ શરૂ થવામાં હવે ફક્ત બે દિવસ બચ્યા છે. સચિને કહ્યું કે ઓસ્ટ્રેલિયાની ટીમ ઘણી મજબૂત છે. ખાસ કરીને ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથની વાપસથી. 

એક ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેનને પણ ભારત માટે માથાનો દુખાવો સાબિત થનાર ખેલાડી ગણાવ્યો છે.

સચિને કહ્યું કે ગત વખતે જ્યારે ઓસ્ટ્રેલિયા સામે ભારત રમ્યું હતું તો ત્રણ મહત્વપૂર્ણ ખેલાડી ન હતા. વોર્નર, સ્મિથ અને લાબુશેન. ઓસ્ટ્રેલિયાની ટીમ આ વખતે ગત વખતની સરખામણીમાં વધારે મજબૂત છે. જ્યારે તમારા કેટલાક સીનિયર ખેલાડી ના રમે તો એક ખાલીપો ઉત્પન થાય છે.

સચિને એ પણ કહ્યું કે બુમરાહ અને અશ્વિનના નેતૃત્વમાં ભારતનું બોલિંગ આક્રમણ મજબૂત છે. તે ઓસ્ટ્રેલિયાના પડકારને યોગ્ય જવાબ આપી શકે છે.

(2:54 pm IST)