Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

ચેન્નાઈમાં ભારત-વેસ્ટ વિન્ડિઝની ચાલુ મેચે કૂતરો મેદાનમાં ઘુસી ગયો : મેચ રોકવી પડી

ગ્રાઉન્ડ સ્ટાફે કૂતરાને બહાર કાઢવા ઘણા પ્રયાસો કર્યા બાદ કૂતરો જાતે જ બહાર નીકળી જતા હાશકારો

ચેન્નાઇ : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચેન્નાઇમાં રમાઈ રહેલી પ્રથમ વન-ડે મેચ દરમિયાન એક કૂતરો મેદાનમાં પ્રવેશ્યો હતો અને તે જોઈને બધા ચોંકી ગયા હતા.

   ભારતીય ઇનિંગ દરમિયાન 26મી ઓવર દરમિયાન કૂતરો અચાનક મેદાનમાં પ્રવેશ્યો હતો. કૂતરો લાંબા સમય સુધી મેદાનમાં દોડી રહ્યો હતો. તેને પકડવા માટે ઘણા સમય સુધી ગ્રાઉન્ડ સ્ટાફને ભાગવું પડ્યું હતું. કૂતરાને કારણે મેચ પણ થોડા સમય માટે રોકી દેવી પડી હતી. કૂતરો જે સમયે ગ્રાઉન્ડ પર પ્રવેશ્યો તે સમયે શ્રેયસ ઐયર અને રિષભ પંત ક્રીઝ પર હાજર હતા

    ગ્રાઉન્ડ સ્ટાફે કૂતરાને ભગાડવાના પ્રયાસમાં લાંબો સમય પસાર કર્યો હતો. થોડા સમય પછી કૂતરો પોતાની જાતે જ ગ્રાઉન્ડમાંથી નીકળી ગયો હતો. ચેપોક સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડીઝના ફીલ્ડર પણ કૂતરાને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

(9:04 pm IST)
  • નાગરિકતા કાયદા પર પહેલી વાર બોલ્યા મોદી : આગ લગાડનારાની કપડાથી ઓળખ થઇ જાય છે : પાકિસ્તાનનું કામ હવે કોંગ્રેસ કરી રહી છે access_time 4:51 pm IST

  • સોમવારે ઝારખંડમાં ચોથા તબક્કાનું મતદાન : પ્રચાર પડઘમ બંધ : સોમવારે 15 સીટ માટે થશે મતદાન : 23 મહિલાઓ સહીત 221 ઉમેદવારો મેદાનમાં : 22,44,134 મહિલાઓ સહીત કુલ 47,85,009 લોકો કરશે મતાધિકારનો ઉપયોગ access_time 1:15 am IST

  • ગુજરાતમાં સૌથી વધુ હિંદુ લોકોએ ધર્મ પરિવર્તનકરવા માટે અરજી કરી: રાજ્ય સરકારનો ખુલાસો : કુલ 1758 નાગરિકોએ ધર્મ પરિવર્તન કરવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી માંગી access_time 12:29 am IST