Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

બાંગ્લદેશે વિન્ડીઝને ત્રીજી વનમાં હરાવીને 2-1થી સિરીઝ જીતી

નવી દિલ્હી: મહેંદી હસન મિરાઝે માત્ર ૨૯ રન આપીને ચાર વિકેટ ઝડપ્યા બાદ તમીમના અણનમ ૮૧ અને સૌમ્ય સરકારના ૮૦ની મદદથી બાંગ્લાદેશે વિન્ડિઝને ત્રીજી અને આખરી વન ડેમાં હરાવીને શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી. જીતવા માટેના ૧૯૯ના ટાર્ગેટનો પીછો કરતાં બાંગ્લાદેશ ૩૮.ઓવરમાં બે વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી લીધી હતી. શાઈ હોપે સતત બીજી મેચમાં સદી ફટકારતાં ૧૩૧ બોલમાં ચોગ્ગા અને છગ્ગા સાથે અણનમ ૧૦૮ રન ફટકાર્યા હતા. જોકે તે વખતે ટીમને જીતાડી શક્યો નહતો. હોપને સામેના છેડેથી કોઈનો સાથ મળી શક્યો નહતો. વિન્ડિઝની ઈનિંગમાં બીજા ક્રમનો હાઈએસ્ટ સ્કોર ૧૯ રન હતો, જે સેમ્યુઅલ્સે નોંધાવ્યો હતો. મિરાઝે ચાર તેમજ શાકીબ અને મોર્તઝાએ બે-બે વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ તરફથી તમીમ અને સૌમ્ય સરકારની જોડીએ બીજી વિકેટમાં ૧૩૧ રનની ભાગીદારી કરતાં જીતનો પાયો નાંખ્યો હતો. સરકારે ૮૧ બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે ૮૦ રન કર્યા હતા.જ્યારે તમીમ ઈકબાલે ૧૦૪ બોલમાં ચોગ્ગા સાથે અણનમ ૮૧ રન કર્યા હતા. 

 

(5:07 pm IST)