Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

વર્લ્ડ ટૂર ફાઈનલઃ સેમીફાઈનલમાં ભારતીય સ્ટાર શટલર સિંધુની એન્ટ્રી: સમીર વર્માની શાનદાર જીત

Alternative text - include a link to the PDF!

 

નવી દિલ્હી :ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુએ બેઈવેન ઝાંગને સીધા સેટમાં 21-9 અને 21-15થી હરાવી વર્લ્ડ ટૂર ફાઈનલ્સની સેમીફાઈનલમાં એન્ટ્રી કરી છે. 35 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ભારતીય સ્ટાર શટલરે અમેરિકાની ખેલાડી સામે સરળતાથી પોતાની જીત નોંધાવી હતી. બન્ને વચ્ચે સાતમી વાર ટક્કર થઈ હતી. જેમાંથી ચોથી વાર સિંધુએ જીત મેળવી હતી. ટૂર્નામેન્ટ ગ્વાંગ્ઝુમાં થઈ રહી છે.

  ટૂર્નામેન્ટમાં પુરુષ વર્ગના ગ્રુપ બી મુકાબલામાં સમીર વર્માએ પણ જીત મેળવી હતી. તેણે થાઈલેન્ડના કાંતાફોન વાંગચારોનને 21-9 અને 21-18થી હરાવ્યો હતો. બન્ને ખેલાડી વચ્ચે બીજો મુકાબલો હતો. ટૂર્નામેન્ટમાં ગત મુકાબલામાં દુનિયાની નંબર એક ખેલાડી તાઈ ઝૂ યિંગને હરાવીને સિંધુએ બન્ને મેચ સરળતાથી જીતી લીધી છે. તેણે પહેલી મેચ 21-9થી જ્યારે બીજી મેચ 21-15થી પોતાના નામે કરી છે.
 
ગત મહિને સૈયદ મોદી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં પોતાના ખિતાબનો બચાવ કરતાં અંતિમ ક્ષણમાં ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાઈ કરનાર દુનિયાના 14માં નંબરના ખેલાડી સમીરે થાઈલેન્ડના કાંતાફોન વાંગચારોન સામે સરળતાથી જીત મેળવી હતી. તેણે પહેલી મેચ 21-9થી જીતી. જ્યારે બીજી મેચ 21-18થી પોતાના નામે કરી હતી. બીજી ગેમમાં થાઈ ખેલાડીએ કમબેક માટે એડીચોટીનું ચોર લગાવ્યું પરંતુ સમીરે પોતાની પકડ ઢીલી થવા દીધી નહોતી.

(1:12 am IST)