Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

દિલ્હી કૅપિટલ્સમાંથી રમશે અજિંક્ય રહાણે: બીસીસીઆઇની પરવાનગીની જોવાતી રાહ

રહાણેના બદલામાં દિલ્હી કૅપિટલ્સ રાજસ્થાન રૉયલ્સને મયંક માર્કન્ડે અને રાહુલ ટિવેટિયા આપશે.

મુંબઈ : અજિંક્ય રહાણે હવે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કૅપિટલ્સમાંથી રમશે. જોકે આ માટે ભારતીય ક્રિકેટ બૉર્ડની પરવાનગીની રાહ જોવામાં આવી રહી છે. રહાણેના બદલામાં દિલ્હી કૅપિટલ્સ રાજસ્થાન રૉયલ્સને મયંક માર્કન્ડે અને રાહુલ ટિવેટિયા આપશે.

  ઑગસ્ટમાં દિલ્હી કૅપિટલ્સે રહાણેને ખરીદવામાં રસ દેખાડ્યો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી આ ડીલ પર કામ ચાલી રહ્યું હતું જેનો હવે અંત આવ્યો છે. આ ટ્રેડિંગને ભારતીય ક્રિકેટ બોર્ડમાંથી પરવાનગી મળી જાય એ માટે હવે રાહ જોવામાં આવી રહી છે.

(12:08 pm IST)