Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ટીવી એક્સપર્ટને લાફો મારતાં ફૂટબોલર ફ્રેન્ક રિબેર વિવાદમાં

નવી દિલ્હી: ફ્રાન્સના ભૂતપૂર્વ ફૂટબોલર ફ્રેન્ક રિબેરીએ જર્મનીની ફૂટબોલ લીગની એક મેચમાં હાર્યા બાદ ટીવી એક્સપર્ટને લાફો મારતાં વિવાદ સર્જાયો છે. જર્મન ફૂટબોલ લીગ -બુન્દેશલીગામાં રિબેરી બાયર્ન મ્યુનિચ કલબ તરફથી રમી રહ્યો છે. તેની ટીમ બુ્રસીયા ડોર્ટમંડ સામેની મેચમાં ૨-૩થી હારી ગઈ હતી, જે પછી આ ઘટના બની હતી. જર્મનીની ડોમેસ્ટીક લીગમાં સુપર ચેમ્પ ટીમ તરીકેની ઓળખ ધરાવતી બાયર્ન મ્યુનિચ ચાલુ વર્ષે સંઘર્ષ કરી રહી છે. હાલ તેઓ બુન્દેશલીગના પોઈન્ટ ટેબલમાં છેક પાંચમા ક્રમે છે. જ્યારે ટોચનું સ્થાન ડોર્ટમંડ ધરાવે છે, જેઓ ચાલુ સિઝનમાં એક પણ મેચ હાર્યા નથી અને તેઓ બાયર્ન કરતાં સાત પોઈન્ટની સરસાઈ ધરાવે છે.આ ઘટનો ઉલ્લેખ બ્લીડ નામના અખબારના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ફ્રેન્ક રિબેરી અને ટીવી એક્સપર્ટ પેટ્રિક ગ્યુઈલોઉ વચ્ચે મેચ બાદ બ્રાયન મ્યુનિચની ટીમ બસમાં હાર અંગે ઉગ્ર ચર્ચા થઈ હતી. એક પ્રત્યક્ષદર્શીને ટાંકીને રિપોર્ટ જણાવે છે કે, રોષે ભરાયેલા રિબેરીએ ટીવી એક્સપર્ટ પેટ્રિકને ઉપરાઉપરી ત્રણ લાફા માર્યા હતા અને ત્યાર બાદ તેને ધક્કો પણ માર્યો હતો. બ્રાયનના સ્પોર્ટિંગ ડાયરેક્ટરે કહ્યું છે કે, રિબેરીએ અમને જણાવ્યું છે કે, તેની અને પેટ્રિક વચ્ચે ટકરાવ થયો હતો. રિબેરી ત્રણ વર્ષથી પેટ્રિકને ઓળખે છે અને અમે આ મામલે બંનેની સાથે બેઠક યોજવાના છીએ. રિબેરીએ છેલ્લી ૧૫ મેચમાં એક પણ ગોલ ફટકાર્યો હતો. આ અંગે પેટ્રિકની કોમેન્ટથી તે અકળાઈ ઉઠયો હતો. તેણે પેટ્રિકને લાફા માર્યા હતા.

(3:51 pm IST)