Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

દિલ્હીમાં આજથી શરૂ થઇ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ

નવી દિલ્હી: દિલ્હીના વાયુ પ્રદૂષણની ચિંતાજનક સ્થિતિ અને કોસોવોની બોક્સરને વિઝા ન આપતા સર્જાયેલા વિવાદ વચ્ચે આવતીકાલથી ભારતની રાજધાનીમાં ૧૦મી વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપના ખરાખરીના મુકાબલાનો પ્રારંભ થશે. પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી ભારતીય બોક્સર મેરી કોમને આ વખતે રેકોર્ડ છઠ્ઠો ગોલ્ડ મેડલ જીતવાની તક છે. ભારતની અન્ય બોક્સર્સ પણ ઘરઆંગણે રમાઈ રહેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પોતાની પ્રતિભાનો ચમકારો દેખાડવા માટે ઉત્સુક છે. નવી દિલ્હીમાં યોજાઈ રહેલી મહિલા બોક્સિંગની સર્વોચ્ચ ચેમ્પિયનશીપમાં દુનિયાભરની ટોચની બોક્સર્સ ભાગ લઈ રહી છે. જોકે આ વર્લ્ડ ચેમ્પિયનશીપ અગાઉ વાયુ પ્રદૂષણને કારણે બોક્સર્સમાં ચિંતા ફેલાઈ છે. દિલ્હીની હવામાં પ્રદૂષણની માત્રા સલામતીની મર્યાદાને પાર કરીને અત્યંત જોખમી સ્થિતિમાં પહોંચી ગયં  છે. આવી સ્થિતિમાં મહિલા બોક્સરો પ્રદૂષણની અસર તેમના સ્વાસ્થ્ય અને પર્ફોમન્સ પર ન પડે તે માટે જુદા-જુદા ઉપાયો કરી રહી છે. કેટલીક બોક્સર સર્જિકલ માસ્કનો ઉપયોગ કરી રહી છે. જ્યારે અન્ય કેટલીક બોક્સર ચહેરા અને નાક તેમજ મ્હો પર સ્કાર્ફ અને ટી-શર્ટ વિંટાળીને પ્રદૂષણથી બચવાની કોશીશ કરી રહી છે. જોકે ભારતમાં યોજાઈ રહેલી વર્લ્ડ વિમેન્સ બોક્સિંગના આયોજકોને કોસોવો દેશની એકમાત્ર બોક્સર પણ પરેશાન કરી રહી છે.

(3:40 pm IST)