Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

મુંબઈમાં કબડ્ડી રમતો દેખાયો ધોની

મહેન્‍દ્રસિંહ ધોનીને ક્રિકેટ ઉપરાંત ફૂટબોલનો પણ શોખ છે. ઈન્‍ડિયન સુપર લીગમાં ચેન્‍નઈયીન ફૂટબોલ કલબનો તે કો-ઓનર પણ છે, જેનો એક પાર્ટનર અભિષેક બચ્‍ચન છે. ધોની ક્રિકેટ અને ફૂટબોલ બાદ કબડ્ડીની રમતથી પણ સંકળાઈ રહ્યો છે. તાજેતરમાં રીતિ સ્‍પોર્ટ્‍સના ટ્‍વીટર હેન્‍ડલ પર ધોનીના ઘણા ફોટોગ્રાફસ છે, જેમાં લખ્‍યુ છે કે ધોની મુંબઈના સેટ પર. જો કે ત્‍યાં તે કબડ્ડી રમવા માટે નહિં પરંતુ એક પ્રમોશનલ શૂટ કરી રહ્યો હતો. ધોની હવે માત્ર વન-ડેમાં જ રમશે.

(3:52 pm IST)