Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

હવે ફૂટબોલ સ્ટાર બાઇચુંગ ભૂટિયા પર બનશે બાયોપિક

 

મુંબઈ :ભારતમાં છેલ્લા કેટલાક વર્ષથી સ્ટાર ખેલાડીઓ પર બાયોપિક બનાવવાનો સિલસીલો ચાલુ છે. ભારતીય સ્ટાર શટલર સાયના નેહવાલ, શૂટર અભિનવ બિન્દ્રા, બેડમિંટન કોચ પુલેલા ગોપીચંદ અને ભારતીય સ્ટાર મહિલા ક્રિકેટર મિતાલી રાજ પર બાયોપિક બનવાની જાહેરાત બાદ હવે ફૂટબોલ સ્ટાર બાઈચુંગ ભૂટિયા પર બાયોપિક બનશે.

  ફિલ્મ મેકર આનંદ કુમાર બાઈચુંગ ભૂટિયા પર બાયોપિક બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ફિલ્મમેકર આનંદ હવે શોધમાં છે કે, ભુટિયા પર બનવાવાળી બાયોપિક ફિલ્મમાં ડાયરેક્ટર અને લીડ એક્ટર કોણ હશે. આનંદકુમારે પહેલા દિલ્હી હાઈટ્સ(2007) અને જિલ્લા ગાજિયાબાદ (2013) ફિલ્મ બનાવી હતી.
  
ફિલ્મ મેકર આનંદનું કહેવું છે કે, વિશ્વ કપ દરમ્યાન, મે જોયું કે, ભારતમાં ખેલ પ્રત્યે ઝૂનૂન છે અને આમાં કેટલોક બદલાવ પણ આવ્યો છે, કારણ કે, ભારતના યુવાનોનો એક મોટો વર્ગ હવે ફૂટબોલ તરફ ઝુકી રહ્યો છે. યુવા બાળકો ક્રિકેટ કરતા વધારે અન્ય રમતો તરફ ધ્યાન આપી રહ્યા છે. કારણ છે કે, ફૂટબોલ પર એક ફિલ્મ બનાવવા માંગુ છું અને બાઈચુંગથી શરૂઆત કરવા માંગુ છું.

(12:58 am IST)