Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

અમદાવાદમાં રમાયેલ પ્રો કબડ્ડી સિઝનમાં એલિમિનેટર-૧ બેંગલુરૂ બુલ્સે યુપી યોદ્ધાને ૪૮-૪પથી માત આપીને સતત બીજી સિઝનમાં સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી

અમદાવાદ: સોમવારે અમદાવાદના એકા એરેના ટ્રાંસસ્ટેડિયામાં રમાયેલી પ્રો કબડ્ડી સીઝનના એલિમિનેટર-1 બેંગલુરૂ બુલ્સે યૂપી યોદ્ધાને 48-45થી માત આપીને સતત બીજી સિઝનમાં સેમીફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. 16 ઓક્ટોબરના રોજ હવે બેંગલુરૂ બુલ્સનો સામનો પહેલી સેમીફાઇનલમાં દબંગ દિલ્હી સાથે થશે. જ્યારે આ હારની સાથે યૂપી યોદ્ધાની સીઝન-7ની સફર થંભી ગઇ છે. ફરી એકવાર પવન સહરાવત બેંગલુરૂ બુલ્સની જીતના હીરો રહ્યા, જેમણે સુપર-10 સાથે 20 રેડ પોઇન્ટ લીધા, તો યૂપી દ્વારા ઋષાંક દેવાડિયાએ સુપર-10 પ્રાપ્ત કરી. સાથે જ નિતેશ કુમારે સુમિતને હાઇ ફાઇવ માટે લીધા પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહી. 

પ્રથમ હાફ એકદમ રોમાંચક અને ઉતાર-ચઢાવ ભર્યો રહ્યો, જ્યાં શરૂઆતમાં યૂપી યોદ્ધા સારી ફોર્મ બતાવી રહી હતી અને બેંગલુરૂ બુલ્સને ઓલઆઉટ કરતાં 15-4ની બઢત બનાવી લીધી હતી. આ દરમિયના પવન સહરાવત રંગમાં જોવા મળતા હતા અને સતત તે યૂપીના યોદ્ધાને ટેકલ કરી રહ્યા હતા. પરંતુ ઓલઆઉટ થયા બાદ ફરીથી કોર્ટ પર આવેલા બેંગલુરૂ એક અલગ અંદાજમાં જોવા મળ્યા અને પવન સહરાવતની આંધી પણ જોવા મળી, જ્યારે તેમણે સુપર રેડ કરતાં 4 પોઇન્ટ લીધા અને પછી આ સિલસિલાને આગળ વધાર્યો. પ્રથમ હાફ ટાઇમ પહેલાં પવને એક સારી રેડ કરતાં યૂપીના બે ખેલાડીનો શિકાર કરતાં યૂપીને પહેલીવાર ઓલઆઉટ કરી દીધી હતી. હાફ ટાઇમ સુધી બઢતને યૂપીના 201-17થી હતી પરંતું બેંગલુરૂએ વાપસી કરી લીધી હતી.

ઋષાંક દેવાડિયાએ પહેલી રેડમાં બે ખેલાડીઓનો શિકાર કરતાં યૂપીને બે પોઇન્ટની બઢત અપાવી હતી. વધારાની મિનિટના પ્રથમ હાફમાં યૂપીએ કુલ 3 પોઇન્ટ લીધા જ્યારે બેંગલુરૂએ બે પોઇન્ટ લીધા, આ પહેલાં વધારાની હાફ બાદ યૂપી 39-38થી આગળ હતી.

બીજા વધારાના હાફમાં સુમિતે પોતાનો હાઇ ફાઇવ પુરૂ કરતાં યૂપીને બે પોઇન્ટની બઢત અપાવી હતી, જે આગામી મિનિટે જ પવન સહરાવતે સુપર રેડ કરતાં એક જ રેડમાં 4 શિકાર કરતાં બેંગલુરૂને 43-40થી આગળ કરી દીધી હતી અને આ મેચનો ટર્નિંગ પોઇન્ટ બની ગઇ. જોકે મોનૂ ગોયતે પોતાની આગામી રેડમાં ટચ અને બોનસ સાથે બે પોઇન્ટ લીધા અને યૂપી એક પોઇન્ટથી પાછળ રહી ગઇ હતી. પવને ત્યારબાદ વધુ એક મલ્ટીપલ પોઇન્ટ રેડ કરતાં યૂપીને ઓલઆઉટ કરી દીધી હતી અને હવે બઢત 5 પોઇન્ટની થઇ ગઇ હતી. માત્ર 1.30 મિનિટનો સમય બચ્યો હતો જેથી યૂપી માટે વાપસી શક્ય ન હતી અને બેંગલુરૂએ જીત સાથે સેમીફાઇનલમાં સ્થાન બનાવી લીધું.

આ મેચ બાદ ગુજરાત જાયંટ્સના કોચ મનપ્રીત સિંહે કોમેન્ટ્રી બોક્સમાં હાજર હતા, તેમણે કહ્યું કે 'આ એક શ્વાસ થંભાવી દેનાર મુકાબલો હતો, પહેલીવાર કબડ્ડીના ઇતિહાસમાં કોઇ એલિમિનેટર મુકાબલો ટાઇ થયો. પવન સહરાવતે આજે બિલકુલ એવી રમત રમી જેવી ગત સિઝનમાં અમારી સાથે ફાઇનલમાં રમી હતી અને તે સફળ રહ્યા. હવે 16 ઓક્ટબરના રોજ પહેલી સેમીફાઇનલમાં બેંગલુરૂ બુલ્સની ટક્કર દિલ્હી દબંગ સાથે થશે તે દિવસે બીજી સેમીફાઇનલમાં બંગાલ વોરિયર્સ વિરૂદ્ધ એલિમિનેટર-ના વિજેતાની પસંદગી કરવામાં આવશે.

(5:11 pm IST)