Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

આઇસીસીના નવા ફયુચર ટૂર્સ પ્રોગ્રામના લીધે બીસીસીઆઇની આવકમાં ફટકો પડે

મુબંઇ,તા.૧૫: ભારતીય ક્રિકેટ બોર્ડના નવા પ્રેસિડન્ડની સત્તાવાર જાહેરાત હજી થઇ નથી. એ પહેલા બોર્ડને આવનાર દિવસોમાં એક મહત્વનો નિર્ણય લેવાનો સમય આવી શકે છે. વાસ્તવમાં આઇસીસીના નવા સંભવિત ફયુચર ટૂર્સ પ્રોગ્રામ (એફટીપી) માળખાને લીધે ભારતીય ક્રિકેટ બોર્ડની આવક પર અસર પડી શકે છે. જે વિશે બોર્ડે નિર્ણય લેવાનો સમય આવી શકશે.

આઇસીસીના નવા પ્રપોઝલ મુજબ દર વર્ષે ટી૨૦ વર્લ્ડ કપ અને દર ત્રણ વર્ષે ૫૦૧ ઓવરની વન-ડે મેચ ધરાવતો વર્લ્ડ કપ રમાડવાની દરખાસ્ત કરવામાં આવી છે. જે માટે ૨૦૨૩થી ૨૦૨૮ના સમયગાળા માટે આઇસીસી ગલોબલ મીડિયા રાઇડસ માર્કેટમાં પ્રવેશવા ઇચ્છે છે. આઇસીસીની આ એન્ટ્રીને કારણે એને સ્ટાર સ્પોર્ટ્સ જેવા મોટા પ્રસારકો પાસેથી આવકનો એક જંગી હિસ્સો મળી શકે છે.

મેચના પ્રસારણ થકી આઇસીસી અથવા ભારતીય ક્રિકેટ બોર્ડ જે પહેલા બજારમાં પહોંચે એને વધારે લાભ થવાની સંભાવના છે. ઉકત બાબતમાં આઇસીસીને ભારતીય ક્રિકેટ બોર્ડ કરતાં વધારે લાભ થવાની સંભાવના છે, જેને કારણે બોર્ડ આ બાબતે નજીકના સમયમાં નિર્ણય લેશે.

શું છે એફટીપી

ફયુચર ટૂર્સ પ્રોગ્રામ (એફટીપી) એટલે એક એવું કેલેન્ડર જેમાં આઇસીસી અને અન્ય સભ્યોદેશો સાથે મળીને પાંચ વર્ષના ગાળા માટે પ્લાનિંગ તૈયાર કરે છે. આ પ્લાનિંગ અંતર્ગત દ્વિપક્ષીય સીરીઝ અને મલ્ટિનેશનલ ઇવેન્ટસ રમાડવામાં આવે છે. હાલમાં ૨૦૨૩ પછીના સંભવિત મુદ્દા પર આઇસીસીની એક બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

(3:15 pm IST)