Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ભારતીય શટલર પ્રિયાંશુએ બહેરીન ઈન્ટરનેશનલ બેડમિન્ટન સીરીઝમાં પુરુષ સિંગલનો ખિતાબ જીત્યો

ભારતીય શટલર પ્રિયાંશુ રાજાવતે કેનેડાનાં શીર્ષ વરીયતા પ્રાપ્ત જેસન એન્થની હો શુને 16-21, 21-7, 21-12થી હરાવીને બહેરીન ઈન્ટરનેશનલ બેડમિન્ટન સીરીઝમાં પુરુષ સિંગલનો ખિતાબ જીત્યો છે. જ્યારે મિશ્રિત યુગલમાં જૂહી દેવગણ અને વેંકટ પ્રસાદની શીર્ષ વરીયતા પ્રાપ્ત જોડીએ થાઈલેન્ડનાં પન્નાવત થારાપાનિતન અને કનાયત સુદચોઈચોમમે 21-18, 21-16થી હરાવીને ચેમ્પિયન બની હતી.

  મહિલા સિંગલ્સમાં ઇરા શર્માને ફાઇનલમાં ઈન્ડોનેશિયાની શ્રી ફાતમાવતી સામે 14-21, 22-24થી હારનો સામનો કરવો પડ્યો હતો. મેન્સ ડબલ્સમાં રોહન કપૂર અને સૌરભ શર્મા પણ ફાઇનલમાં થાઇલેન્ડની પ્રદા તાંગશ્રીપીપન અને અપીચાસીત તિરવીવતને 21-19,16-21, 22-24 થી હારી ગયા.હતા 

(9:53 am IST)