Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ક્રિકેટમાં ઓપનીંગમાં આવેલા રોહિત શર્માને પગે લાગવા તેનો ફેન મેદાનની અંદર પહોંચી ગયો

નવી દિલ્હી: પોતાની કેપ્ટનશિપમાં તાજેતરમાં જ ભારતને એશિયા કપ અપાવનારો ઓપનર રોહિત શર્મા હાલમાં વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ માટે રમી રહ્યો છે. મુંબઈની ટીમે રવિવારે ક્વાર્ટર ફાઈનલમાં બિહરને 9 વિકેટે હરાવી આ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ મેચમાં ઓપનિંગ કરવા ઉતરેલા રોહિત શર્માને પગે લાગવા એક ફેન મેદાન પર પહોંચી જતા મેદાન પર હાજર સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.

રોહિત શર્મા મૂઝવણમાં મૂકાઈ ગયો

રોહિત શર્મા જ્યારે 21 રન બનાવી રમી રહ્યો હતો, ત્યારે એક ફેન મેદાન પર પહોંચી ગયો. તે પહેલા રોહિત શર્માના પગમાં પડી ગયો અને પગે પડવા લાગ્યો. રોહિત તેનાથી થોડો અસહજ સ્થિતિમાં મૂકાઈ ગયો હતો, બાદમાં તેણે પ્રશંસકને ઉભો કર્યો. આ દરમિયાન તે રોહિત શર્માના ગળે મળવાનો પણ પ્રયાસ કરતો દેખાયો.

કોહલી સાથે પણ તાજેતરમાં આવું બન્યું હતું

આ પહેલા દિગ્ગજ સચિને તેદુલકર, પૂર્વ કેપ્ટન સૌરભ ગાંગુલી, મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ આવું બની ચૂક્યું છે. તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે સેલ્ફી લેવા એક ફેન સુરક્ષા ઘેરો તોડીને મેદાન પર પહોંચી ગયો હતો.

(6:15 pm IST)