Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

શાંઘાઈ માસ્ટર્સ ટાઈટલનું જીત્યું યોકોવિચે

નવી દિલ્હી: ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચે ફાઈનલમાં ક્રોએશિયાના બોર્ના કોરિકને સીધા સેટોમાં -, - થી હરાવીને શાંઘાઈ માસ્ટર્સ ટાઈટલ જીતી લીધું હતુ. યોકોવિચે સાથે ચોથી વખત શાંઘાઈમાં માસ્ટર્સ ૧૦૦૦ સિરિઝ ટાઈટલ જીતવામાં સફળ રહ્યો હતો. જીતની સાથે યોકોવિચે સળંગ ૧૮મી મેચ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ચાલુ વર્ષે વિમ્બલ્ડન અને યુએસ ઓપન ચેમ્પિયશીપ જીતનારો યોકોવિચ સોમવારે એટીપી રેન્કિંગમાં અપડેટ થશે, ત્યારે ફેડરરને પાછળ ધકેલીને બીજું સ્થાન મેળવી લેશે૨૧ વર્ષીય ક્રોએશિયન ખેલાડી કોરિકે સેમિ ફાઈનલમાં ફેડરરને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. પછી યોકોવિચ સામે તેના લડાયક દેખાવની આશા હતી. જોકે તે ખાસ પ્રભાવ પાડી શક્યો નહતો અને સીધા સેટોમાં હારી ગયો હતો. જ્યારે યોકોવિચે જબરજસ્ત કમબેક કરતાં અહી ચેમ્પિયન બનવાની સાથે ચાલુ વર્ષના અંતે ટોચનું સ્થાન મેળવવાની આશા જીવંત રાખી હતી. હાલમાં વર્લ્ડ રેન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવતા સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલને ઘુંટણની ઈજા સતાવી રહી છે અને તે અનફિટ હોવાથી રમી રહ્યો નથી.યોકોવિચે સાથે કારકિર્દીનું ૩૨મું માસ્ટર્સ ૧૦૦૦ સિરિઝ ટાઈટલ જીતવાની સિદ્ધિ પણ પ્રાપ્ત કરી હતી. સૌથી વધુ ૩૩ માસ્ટર્સ ટાઈટલ જીતવાનો રેકોર્ડ ધરાવતા વર્લ્ડ નંબર વન નડાલ કરતાં યોકોવિચ હવે માત્ર ૩૫ પોઈન્ટ્સ પાછળ છે. ચાલુ વર્ષે રમાનારી એટીપી ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં નડાલની સાથે યોકોવિચ, ફેડરર, ડેલ પોટ્રો અને ઝ્વેરેવે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે

(4:59 pm IST)