Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

પેરા એશિયન ગેમ્સ 2018માં ભારતે 72 પદક જીતી મેળવ્યું નવમું સ્થાન

નવી દિલ્હી: ભારતે એશિયન પેરા ગેમ્સમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રર્દર્શન કરીને એશિયન પેરા ગેમ્સમાં નવમું સ્થાન મેળવ્યું છે ભરતે કુલ 72 પદકો મેળવ્યા છે. જેમાં 15 ગોલ્ડ,24 સિલ્વર અને 33 કાંસ્ય પદક જીત્યા છે. ચીન 172 ગોલ્ડ,88 સિલ્વર અને 59 બ્રોન્ઝ મળીને કુલ 319 પદક સાથે પહેલા નંબર પર છે. જયારે દક્ષિણ કોરિયા 53ગોલ્ડ, 45 સિલ્વર અને 47 બ્રોન્ઝ સાથે બીજા અને ઈરાન 51 ગોલ્ડ, 42 સિલ્વર અને 43 બ્રોન્ઝ સાથે ત્રીજા સ્થાન પર છે.

(4:29 pm IST)