Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

બેંગ્લોરની ટીમ કોરોના વોરીયર્સના સન્માનમાં વાદળી જર્સી સાથે મેદાનમાં ઉતરશે

નવીદિલ્હીઃ આઈપીએલમાં વિરાટ કોહલીના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર ની ટીમ આ વખતે વાદળી જર્સીમાં  જોવા મળશે. 

બેંગ્લોરની ટીમે છેલ્લા ૨ વર્ષથી ચાલી રહેલા  કોરોનાવાયરસ દરમિયાન લોકોની સેવા અને રક્ષણમાં રોકાયેલા ફ્રન્ટલાઈન યોદ્ધાઓને આદર આપવાનું નક્કી કર્યું છે.  તમને જણાવી દઈએ કે આ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ હંમેશા ચહેરા પર માસ્ક અને PPE કીટ પહેરેલા લોકોના જીવન બચાવવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે રોકાયેલા હોય છે.  PPE કીટ અને માસ્કનો રંગ આકાશ વાદળી છે અને આ હેતુ માટે રોયલ્સ ટીમે આકાશ વાદળી જર્સી પહેરીને રમવાનું નક્કી કર્યું છે.

રોયલ્સની ટીમ ૨૦ સપ્ટેમ્બરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેદાનમાં ઉતરશે.  આ મેચમાં આ ટીમ PPE કીટના રંગની જેમ વાદળી જર્સી પહેરીને મેદાનમાં આવશે.

(3:23 pm IST)