Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

આઇપીએલના મુકાબલા માટે રોહીત કવોરન્ટીનમાં વર્કઆઉટ કરી રહ્યો છે

ઇગ્લેન્ડના મેન્ચેરસ્ટરથી UAEના અબુધાબી પહોંચ્યા પછી મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા ૬ દિવસના હાર્ડ કવોરન્ટીનમાં છે, પણ એ છતાં રવિવારના મહામુકાબલા માટે સજ્જ થવામાં કોઇ કસર નથી રાખી રહ્યો.

કોરોના મહામારીને કારણે મેમાં ભારતમાં રોકી દેવી પડેલી IPLની ૧૪મી સીઝન ૧૯ સપ્ટેમ્બરથી UAEમાં આગળ વધશે. IPLના આ બીજા ભાગનો પહેલો મુકાબલો મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે છે.રોહિતના સાથીઓ તથા ચેન્નઇની ટીમ મેદાનમાં જોરશોરથી પ્રેકિટસ કરી રહી છે, પણ રોહિત આ મુકાબલા માટે કવોરન્ટીનમાં રહીને સજ્જ થઇ રહ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સે રોહિત વર્કઆઉટ કરતો હોય એવો ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે.

(3:23 pm IST)