Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

પ્રો-કબડ્ડી : ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનો દબંગ દિલ્હી સામે ભારે રસાકસી બાદ 34-30થી પરાજય

ગુજરાતનો સિઝનમાં 10મો પરાજય :બીજા હાફમાં શાનદાર વાપસી પરંતુ પરાજયને ટાળવામાં નિષ્ફળ

પુણેઃ પ્રો કબડ્ડી 2019ની 91મી મેચમાં દબંગ દિલ્હીએ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સને 34-30થી પરાજય આપ્યો છે. આ જીતની સાથે દબંગ દિલ્હીની ટીમ 64 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને છે. ગુજરાતની ટીમ 35 પોઈન્ટ સાથે આઠમાં સ્થાને છે. ગુજરાતનો આ સિઝનમાં 10મો પરાજય છે. ગુજરાતે બીજા હાફમાં શાનદાર વાપસી કરી પરંતુ પરાજયને ટાળવામાં નિષ્ફળ રહ્યું હતું. 

પ્રથમ હાફમાં દબંગ દિલ્હીની ટીમ હાવી રહી હતી. દબંગ દિલ્હીના ડિફેન્સ અને નવીન કુમારે પ્રથમ હાફમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 10 મિનિટની અંદર દિલ્હીએ ગુજરાતને ઓલઆઉટ કરી દીધું હતું. નવીન કુમારે એક રેડમાં ગુજરાતના ત્રણ ખેલાડીને આઉટ કરીને ટીમને ઓલઆુટ કરી હતી. અહીંથી દિલ્હીએ  7 પોઈન્ટની લીડ  મેળવી હતી. પ્રથમ હાફના અંતમાં નવીન કુમારે ફરી બે પોઈન્ટ લઈને ગુજરાતને ઓલઆઉટ નજીક પહોંચાડી દીધું હતું. પ્રથમ હાફમાં સ્કોર 20-9થી દિલ્હીના પક્ષમાં રહ્યો અને નવીન કુમારે 8 પોઈન્ટ લીધા હતા. 

બીજા હાફમાં ગુજરાતે પણ દબંગ દિલ્હીને ઓલઆઉટ કરીને શાનદાર વાપસી કરી હતી. 30મી મિનિટ સુધી દિલ્હીની લીડ માત્ર ચાર પોઈન્ટ રહી ગઈ હતી. પરંતુ અંતિમ સમયે દિલ્હીએ વાપસી કરતા મેચ પોતાના નામે કરી હતી. દબંગ દિલ્હી માટે નવીન 'એક્સપ્રેસે' ફરી એકવાર સુપર 10 લગાવ્યું હતું. આ તેનું સતત 13મું સુપર 10 છે. તો ગુજરાત માટે રોહિત ગુલિયાએ સુપર 10 પૂરા કરતા 13 પોઈન્ટ મેળવ્યા હતા. પરંતુ તે ટીમની હાર બચાવી ન શક્યો.

(9:47 pm IST)
  • ગાયોને કપાવા પણ નહી દઇએ: ખેડૂતોના પાકને પણ નુકસાન નહી થાય: યોગી આદિત્યનાથનું વચન : ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલીગઢ પહોંચીને 1135 કરોડની 352 યોજનાઓનાં લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા access_time 12:51 am IST

  • ગોંડલ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું પરિણામ: મોડીરાત્રે 1 વાગ્યે મતગણતરીના 18માં રાઉન્ડ બાદ સાંસદ રમેશભાઈ ધડુક,પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ,જયંતીભાઈ ઢોલ, સહિતના દિગ્ગ્જ્જો આગળ : ડો,પ્રમોદભાઈ પટેલ અને કુરજીભાઈ વિરડીયાના છેલ્લા ચાર રાઉન્ડમાં મત વધ્યા : તમામ દિગ્ગ્જ્જો 1400થી વધુ મત મેળવી આગળ :રમેશભાઈ ધડુકને 1520 , જેન્તીભાઇ ઢોલ અને જયરાજસિંહ જાડેજા બંનેને સરખા 1482 મત મળ્યા : મહિલાઓમાં દુર્ગાબેન જોશી અને શારદાબેન ઢોલ આગળ access_time 1:13 am IST

  • રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમનના અમલવારી માટે પોલીસતંત્ર સજ્જ : નવા નિયમની અમલવારીને લઈને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓની બેઠક : નિયમની કડક અમલવારી કેવી રીતે કરાવવી તે અંગે બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા:સામન્ય લોકો સાથે સાથે પોલીસ કર્મીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના : access_time 12:51 am IST