Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

ભારત-આફ્રિકા વચ્ચે પ્રથમ મેચ વરસાદ બાદ રદ કરાઈ

ભારે વરસાદના કારણે ટોસ પણ થઇ શક્યો નહીં : સિરિઝની બીજી મેચ ૧૮મી સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે : સિરિઝની બીજી મેચ ૧૮મી સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશ

નવીદિલ્હી,તા.૧૫ : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટ્વેન્ટી-૨૦ મેચ વરસાદના કારણે આજે ધોવાઈ ગઈ હતી. ધર્મશાળાની મેચ રદ કરવામાં આવતા ચાહકો નિરાશ થયા હતા. ટોસ પણ ઉછાળી શકાયો ન હતો. ભારે વરસાદના કારણે તમામ સુવિધા હોવા છતાં વરસાદે પાણીના નિકાલ માટેની કોઇ તક આપી ન હતી. હવે બીજી મેચ ૧૮મી સપ્ટેમ્બરના દિવસે મોહાલીમાં અને ત્રીજી મેચ ૨૨મી સપ્ટેમ્બરે બેંગ્લોરમાં રમાશે. ભારતીય ટીમનો દેખાવ દક્ષિણ આફ્રિકાની સામે ઘરઆંગણે ખરાબ રહેલો છે. ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકાને સ્થાનિક મેદાન પર હજુ સુધી ક્યારેય હરાવી શકી નથી. ૨૦૧૫માં ભારતની ૨-૦થી હાર થઇ હતી. એ વખતે ભારતીય ટીમ આફ્રિકામાં રમવા માટે પહોંચી હતી. બંને ટીમો વચ્ચે રનની વાત કરવામાં આવે તો ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ બંને ટીમોમાંથી સૌથી વધારે ૩૪૧ રન કર્યા છે.

દક્ષિણ આફ્રિકાની સામે રોહિત શર્માએ સૌથી વધારે ૧૦૬ રન ફટકાર્યા છે. બીજી બાજુ દક્ષિણ આફ્રિકા તરફથી ભારતની સામે કોઇ બેટ્સમેન સદી કરી શક્યો નથી. આંકડા પર નજર કરવામાં આવે તો ભારતીય ટીમ ફેવરીટ દેખાઇ રહી છે. ટ્વેન્ટી ક્રિકેટમાં બંને ટીમોના દેખાવની વાત કરવામાં આવે તો બંને વચ્ચે કુલ ૧૪ ટ્વેન્ટી મેચો હજુ સુધી રમાઇ ચુકી છે જે પૈકી ભારતે આઠ મેચોમાં જીત મેળવી લેવામાં સફળતા હાંસલ કરી છે. જ્યારે આફ્રિકાની ટીમ પાંચ મેચો જીતી શકી  છે. આમને સામને ઓવરઓલ રેકોર્ડની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ ફેવરીટ દેખાઇ રહી છે. બંને દેશો વચ્ચે રમાયેલી મેચો પૈકી એક મેચમાં પરિણામ આવી શક્યુ નથી. બંને ટીમો પ્રથમ વખત વર્ષ ૨૦૦૬માં આમને સામને આવી હતી. દક્ષિણ આફ્રિકાના વાન્ડર્સ મેદાન ખાતે મેચ રમાઇ હતી. ભારતીય ટીમે આ મેચ છ વિકેટે જીતી લીધી હતી. છેલ્લી વખત બંને વચ્ચે ત્રણ મેચોની શ્રેણી રમાઇ હતી. આ ત્રણ મેચોની શ્રેણીમાં ભારતે ૨-૧થી જીત મેળવી હતી.

(9:27 pm IST)