Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

ક્રિકેટમાં નવો વિશ્વવિક્રમ : 7 બોલમાં 7 સિક્સર લગાવી : ટી-20માં નબી અને જાદરાને 8 બોલમાં 47 રન ઝૂડ્યા

 

ક્રિકેટમાં સતત 6 બોલમાં 6 સિક્સર ફટકારવાની સિદ્ધિ ઘણી વખત જોવા મળી છે પણ બાંગ્લાદેશમાં ત્રણ દેશોની ટી-20 શ્રેણી દરમિયાન અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી અને નજીબુલ્લાહ જાદરાને એક ખાસ સિદ્ધિ મેળવી છે.

  આ બંનેએ ઝિમ્બાબ્વે સામે ટી-20 મુકાબલામાં 7 બોલમાં 7 સિક્સરફટકારી હતી. નબીએ તેંદઈ ચટારાના બોલ પર 4 બોલમાં 4 સિક્સર ફટકારી હતી. આ પછી નજીબુલ્લાહે નેવિલ માદજિવાના બોલ પર સતત 3 સિક્સર ફટકારી હતી. આ સિલસિલો મોદવિજાના વાઇડ બોલ પર અટક્યો હતો. આ પછીના બોલ પર નજીબુલ્લાહે 4 રન ફટકાર્યા હતા. નબી અને જાદરાને મળીને 8 બોલમાં 47 રન બનાવ્યા હતા. ક્રિકેટમાં સતત 7 બોલમાં 7 સિક્સર ફટકારવાની સિદ્ધિ પ્રથમ વખત નોંધાઈ છે

(12:45 am IST)
  • ઉત્તરાખંડમાં ડેન્ગ્યુનો હાહાકાર : સાત લોકોના મોત : દર્દીની સંખ્યા 1500ને પાર પહોંચી : દહેરાદૂનમાં દર્દીની સંખ્યા 900એ પહોંચી :સમગ્ર રાજ્ય ડેન્ગ્યુની ઝપટમાં :નૈનીતાલમાં 310 કેસ નોંધાયા access_time 12:53 am IST

  • રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમનના અમલવારી માટે પોલીસતંત્ર સજ્જ : નવા નિયમની અમલવારીને લઈને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓની બેઠક : નિયમની કડક અમલવારી કેવી રીતે કરાવવી તે અંગે બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા:સામન્ય લોકો સાથે સાથે પોલીસ કર્મીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના : access_time 12:51 am IST

  • કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારને છાતીમાં દુખાવાની ફરિયાદ : ઇડીની અટકાયત દરમિયાન ત્રીજીવાર હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 12:57 am IST