Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

કોણ બનશે એશિયન કિંગ?: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલનો બદલો લેવા ટીમ ઈન્ડિયા આતુર

આજથી શરૂ થશે એશિયા કપ : ટી-૨૦ના બદલે ૫૦ ઓવરનો મેચ : બુધવારથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર નજરઃ આજે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટક્કર : સાંજે ૪:૩૦થી લાઈવ

આજથી યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના દુબઈ અને અબુ ધાબીમાં એશિયા કપનો આરંભ થઈ રહ્યો છે, પણ સૌની નજર બુધવાર ૧૯ સપ્ટેમ્બરે થનારી ભારત અને પાકિસ્તાનની મઙ્ખચ પર છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં જો ભારત અને પાકિસ્તાનની ટીમ ક્રિકેટના મેદાનમાં આમનેસામને હોય તો તેના રોમાંચની બધી સરહદો પાર થઈ જતી હોય છે. હાઇએસ્ટ છ વખતની ચેમ્પિયન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની ટીમ અને ભૂતપૂર્વ ચેમ્પિયન પાકિસ્તાનની ટીમ યુએઈમાં રમશે એથી પાકિસ્તાનને દર્શકોનો સપોર્ટ થોડો વધુ મળશે, કારણ કે પાકિસ્તાનમાં દુનિયાની કોઈ ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતું ન હોવાથી યુએઈને હોમ ગ્રાઉન્ડ બનાવવું પડ્યું છે. ટુર્નામેન્ટમાં ભલે હોન્ગકોન્ગ સહિત છા ટીમ ભાગ લઈ રહી છે, પણ એશિયાનો દરેક ક્રિકેટપ્રેમી ભારત-પાકિસ્તાન મેચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. આ બન્ને ટીમ છેલ્લે ગયા વર્ષે જૂનમાં ઇગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં સામસામે ટકરાઈ હતી જેમાં ભારતની ૧૮૦ રને હાર થઈ હતી. ભારતની ટીમ એ હરનો બદલો લેવાના મૂડમાં હશે. ભારતે પાકિસ્તાન સામે રમેલી છેલ્લી ૧૦માંથી છ મેચ જીતી છે. એ ઉપરાંત ભારત વર્લ્ડકપમાં એની પાંચમાંથી એકેય મેચ નથી હાર્યુ.

ત્રણ ડબલ સેન્યુરી ફટકારી ચૂકેલા રોહિત શર્માને ટીમની કેપ્ટન્સી સોંપવામાં આવી છે જેણે માર્ચમાં શ્રીલંકામાં નિદાહાસ ટ્રોફી જીતાડી હતી. તેની મદદ માટે ટીમમાં વર્લ્ડ વિનિંગ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હશે. રોહિત અને શિખર ઓપનિંગ કરશે. કેદાર જાધવ, મનીષ પાન્ડે, અંબાતી રાયડુ અને મહેન્દ્ર સિંહ ધોની પર પ્લસ સ્કોર બનાવવાની જવાબદારી રહેશે.(૩૭.૧૯)

(3:28 pm IST)
  • આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા દેશમાં પેટ્રોલના ભાવો વધ્યા : અરૂણ જેટલીઃ દેશભરમાં પેટ્રોલ - ડિઝલના દરરોજ ભાવ વધી રહ્યા છે ત્યારે આખરે મૌન તોડતા નાણામંત્રી અરૂણ જેટલીએ સમીક્ષા બેઠકમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતીય અર્થ વ્યવસ્થાનો વિકાસદર ઉંચો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે : રાજકોષીય ખોટને કાબુમાં લાવવાના પ્રયાસો સતત ચાલુ હોવાનું તેમણે જણાવ્યુ હતું access_time 3:18 pm IST

  • જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના પંપોરા : હોટલમાં આગઃ મીડિયાની અનેકઃ ઓફિસો ત્યાં છેઃ ૫ ફાયર ફાઈટર દોડયાઃ શ્રીનગરઃ અહીંની પંપોરા હોટલમાં આગઃ ત્યાં મીડીયાની અનેક ઓફિસો આવેલી છેઃ આગને કાબુમાં લેવા ૫ ફાયર ફાઈટરો દોડયાઃ હોટલ ૬ માળની છેઃ કોઈ જાનહાની નથી access_time 3:18 pm IST

  • ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ વાટ્યો ભાંગરો:સ્વચ્છતા અભિયાન સમયે સાંસદે માર્યો લોચો:"પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ!":સફાઇ કામગીરી દરમિયાન કેમરા સામે જ બોલ્યા!;મનસુખ વસાવાના ચર્ચાસ્પદ નિવેદનથી વિવાદ access_time 8:27 pm IST