Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ભારત- પાકિસ્તાન શ્રીલંકાના ખેલાડીઓની નવી હેરસ્ટાઈલ એશીયા કપમાં નવા લુક સાથે ક્રિકેટરો મેદાનમાં ઉતરશે

દુબઈઃ આજથી એશીયા કપનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાઈ ખેલાડીઓ નવા લુકમાં નજર આવ્યા છે. ચોકા- છકકાની સાથો સાથ પોતાના પ્રિય ખેલાડીની હેરસ્ટાઈલ-લુક પણ ક્રિકેટ રસીકોને ક્રેઝી કરનાર છે.

ભારતીય ટીમના કેપ્ટન રોહીત શર્મા નવી હેર સ્ટાઈલ સાથે પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલ. જયારે ઓલ રાઉન્ડર હાર્દીક પંડયા પણ કલીન સેવ અને ટુંકા વાળ સાથે દેખાયો હતો.જયારે પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલી પ્રેકટીસ સેશન દરમિયાન માથામાં ચોટી સાથે દેખાયો હતો. ઉપરાંત સ્પીનર શાદાબ ખાન પણ હટકે લુક સાથે એશીયા કપ રમવા ઉતરશે.શ્રીલંકાના કેપ્ટન એજેન્લો મેથ્યુઝે પણ પોતાનો લુક ચેન્જ કર્યો છે. મેથ્યુઝ નવી હેરસ્ટાઈલ સાથે એશીયા કપમાં નજરે પડશે.(૩૦.૭)

(3:27 pm IST)