Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

એશિયા કપ 2018નો પ્રારંભ:19મીએ ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે જંગ

નવી દિલ્હી :આજેથી યૂએઈમાં 6 દેશો વચ્ચે એશિયા કપ 2018નો પ્રારંભ થઇ રહ્યો  છે. ત્યારે તમામ દેશોની ક્રિકેટ ટીમ યૂએઈ ખાતે પહોંચી ગઈ છે. આ વખતે ભારતીય ક્રિકેટ ટીમમાં વિરાટ કોહલીનો જલવો નહીં જોવા મળે. તેની જગ્યાએ ભારતીય ટીમનું સુકાન રોહિત શર્માને સોંપવામાં આવ્યુ છે. ત્યારે સૌ કોઈની નજર ભારત-પાકિસ્તાન વચ્ચેના મુકાબલા પર છે. બંને ટીમ વચ્ચે 19 સપ્ટેમ્બરે ટક્કર થશે.

(12:20 pm IST)