Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

દારૂ પીને કાર ડ્રાઈવ કરવા મામલે વર્લ્ડ ફૂટબોલ ચેમ્પિયન હયુર્ગા લોરિસનું લાઇસન્સ 20 મહિના માટે રદ

નવી દિલ્હી:વર્લ્ડકપ ફૂટબોલ ચેમ્પિયન ફ્રાંસના કેપ્ટન હયુર્ગા લોરિસ મદ્યપાનની અસર હેઠળ ડ્રાઇવિંગ કરતા પકડાયેલો તે બદલ તે દોષિત ઠરતા તેનું ડ્રાઈવિંગ લાયસન્સ ૨૦ મહિના માટે રદ કરવામાં આવ્યું છે. સ્વાભાવિક રીતે તેના પર આ સજાના કાર્યકાળ દરમ્યાન ડ્રાઈવિંગનો પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત તેને દંડ પણ ફટકારાયો છે.ટોટેનહામ હોટ્સપર અને ફ્રાંસના ગોલ કિપર અને કેપ્ટન હ્યુગો લોરિસ પરીક્ષણ વખતે લંડનમાં બીજી વખત ૩૫ માઈક્રોગ્રામ્સની મદ્યપાનની મર્યાદા કરતા વધુ મદ્યપાનની અસર હેઠળ ડ્રાઈવિંગ કરતા પકડાયો હતો. વેસ્ટ મિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે તેને ૨૦ મહિનાથી ડ્રાઇવિંગ સસ્પેન્શન ઉપરાંત ૫૦૦૦૦ પાઉન્ડનો દંડ પણ જાહેર કર્યો હતો. ૧૫ જુલાઈએ તેણે વર્લ્ડકપ જીતવાની સિધ્ધી મેળવી અને તેના ૪૦ દિવસ પછી તેની મદ્યપાનની અસર હેઠળના ડ્રાઇવિંગમાં ધરપકડ થઈ હતી.૩૦ માઈલ પ્રતિ કલાક ડ્રાઈવિંગ કરવું પડે તેવા ઝોનમાં તે ૧૫ માઈલની ઝડપે ડ્રાઇવિંગ કરતો હતો અને તે કારને છેક પાર્કિંગ વિસ્તારની નજીક કાબુ બહાર લઈને ફરી યોગ્ય ટ્રેક પર લાવવા પ્રયત્ન કરતો હતો. તેમજ લાલ સિગ્નલની પણ તેણે પરવા નહોતી કરી. આ પછી ટ્રાફિક પોલીસે તેનું મદ્યપાન સેવનનું પરીક્ષણ કર્યું હતું જેમાં તે પૂરવાર થતા તેની સામે કેસ કરવામાં આવ્યો હતો.લોરિસે જજ સમક્ષ માફી માંગી ગુનાની કબુલાત પણ કરી હતી.

(5:53 pm IST)