Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

જાપાન ઓપન :પીવી સિંધુ અને પ્રણૉયનો પરાજય કિદામ્બી શ્રીકાંતે ક્વાર્ટર ફાઇનલમાં મેળવ્યું સ્થાન

નવી દિલ્હી :દેશની ટોચની મહિલા શટલર પીવી સિંધુ તથા એચએસ પ્રણોયનું જાપાન ઓપન બેડમિન્ટન સમાપ્ત થઈ ગયું છે  જોકે, કિદામ્બી શ્રીકાંત 7,00,000 ડોલરની ઈનામી રકમ ધરાવતી ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે.

  સિંધુને વિમેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં ચીનની ગાઓ ફેન્ગજિએ વિરુદ્ધ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સિંધુ એક વર્ષ બાદ કોઈ ટુર્નામેન્ટના શરૂઆતના રાઉન્ડમાંથી બહાર થઈ છે. સિંધુએ 55 મિનિટ ચાલેલા મુકાબલામાં મજબૂત લડત આપી હતી પરંતુ વિશ્વની 14મી ક્રમાંકિત ખેલાડી સામે તેને 18-21, 19-21થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

  ગત વર્ષે ઓક્ટોબરમાં સિંધુ ડેનમાર્ક ઓપનના પ્રથમ રાઉન્ડમાં હારી ગઈ હતી.ભૂતપૂર્વ નંબર વન ખેલાડી કિદામ્બી શ્રીકાંતને ક્વાર્ટર ફાઈનલમાં  હોંગકોંગના વોંગ વિંગ કિ વિન્સેન્ટને 21-15, 21-14થી પરાજય આપ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા ભારતીય ખેલાડી હવે ક્વાર્ટર ફાઈનલમાં કોરિયાના લી ડોંગ કેઉન સામે મુકાબલો કરશે.

(1:30 pm IST)