Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ભારતના મનુ અત્રિ અને બી.સુમીથ રેડ્ડીની જોડી જાપાન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં

નવી દિલ્હી: જાપાન ઓપન બેડમિંટન ચેમ્પિયનશીપમાં ભારતના મનુ અત્રિ અને બી.સુમીથ રેડ્ડીની જોડીએ મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. મનુ અને સુમીથની જોડીએ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારા મલેશિયાના ગોહ વી. શેમ અને તાન વી કિઓંગને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. ભારતીય જોડીએ ૧૫-૨૧, ૨૩-૨૧, ૨૧-૧૯થી સંઘર્ષમય વિજય મેળવતા ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. નેશનલ ચેમ્પિયન્સ મનુ અને સુમીથે વર્ષ ૨૦૧૫ની સઈદ મોદી ગ્રાં પ્રિ ગોલ્ડમાં મલેશિયાની ઓલિમ્પિક સિલ્વર મેડાલીસ્ટ જોડીને હરાવી હતી. જાપાન ઓપનમાં ભારતીય જોડીએ મેચ પોઈન્ટ બચાવતા જબરજસ્ત કમબેક કર્યું હતુ અને ૫૪ મિનિટના સંઘર્ષ બાદ મેજર અપસેટ સર્જ્યો હતો. હવે ભારતીય જોડીનો મુકાબલો ચીનના હે જિટિંગ અને તાન કીન્ગં સામે થશે.જોકે ભારતના સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીને હારનો સામનો કરવો પડયો હતો. ભારતની પી.વી. સિંધુ વિમેન્સ સિંગલ્સમાં અને શ્રીકાંત તેમજ પ્રનોય મેન્સ સિંગલ્સમાં આવતીકાલે તેમની પ્રિ-ક્વાર્ટર ફાઈનલ્સ રમશે. 

(5:57 pm IST)