Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

ટીમ ઇન્ડિયાને ફટકો :વિરાટના અંગૂઠામાં ઇજાથી ઉખળ્યો નખ :નીકળ્યું લોહી, ફ્રેક્ચરની આશંકા!

27મી ઓવરમાં બીજા બોલ પર આ ઘટના બની: દર્દથી કણસી રહેલા કોહલીએ પોતાના ફિઝિયોને ઇશારો કર્યો

ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પહેલા રમાયેલી ત્રણેય ટી-20 માં શાનદાર દેખાવ કર્યો છે વન ડે શ્રેણી પર પણ 2-0થી કબજો કરી લીધો છે. હવે ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામે બે ટેસ્ટ મેચ રમવાની છે.

જોકે, આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પ્રશંસકો માટે માઠા  સમાચાર છે. બેટિંગ દરમિયાન ફાસ્ટ બોલર કીમાર રોચનો એક બોલ વિરાટ કોહલીના જમણા હાથના અંગૂઠામાં લાગ્યો હતોબોલ વાગતા કોહલીના અંગૂઠાનો નખ ઉખડી ગયો હતો અને લોહી વહેવા લાગ્યું હતું. જે બાદમાં દર્દથી કણસી રહેલા કોહલીએ પોતાના ફિઝિયોને ઇશારો કર્યો હતો. 27મી ઓવરમાં બીજા બોલ પર આ ઘટના બની ત્યારે વિરાટ કોહલી 85 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. જે બાદમાં બેટિંગ કરતી વખતે વિરાટ કોહલી અનેક વખત પોતાના હાથને ઝાટકતો નજરે પડ્યો હતો.

અંગૂઠામાં બોલ વાગ્યા બાદ વિરાટ કોહલી જે રીતે પીડાથી કણસી રહ્યો હતો તેના પરથી લાગી રહ્યું છે કે વિરાટની ઈજા ગંભીર હોઈ શકે છે. વિરાટના અંગૂઠામાં ફ્રેક્ચરની આશંકા છે. જોકે, મેચ બાદ જ્યારે તેને ઈજા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટ રીતે કંઈ જણાવ્યું ન હતું. વિરાટ કહ્યું કે નખ ઉખડી ગયો છે અને મને નથી લાગતું કે ફ્રેક્ચર થયું છે.

(7:37 pm IST)