Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ બીજીવાર ક્રિસ ગેલે ફેરવી તોળ્યું

ગેલે સ્પષ્ટ કહ્યુ છે કે મેં હજી કોઈ જાહેરાત નથી કરી, નિવૃત્તિ અંગે પણ કંઈ નથી કહ્યુ.

 મુંબઈ : વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલની ભારતસ સામેની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હોવાની જાહેરાત ખુદ ક્રિસ ગેલે કરી હતી જોકે, હવે નિવૃત્તિને લઈને ક્રિસ ગેલે મોટું નિવેદન આપ્યું છે.

  ક્રિસ ગેલે સૌપ્રથમ વખત વર્લ્ડ કપ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, વર્લ્ડ કપ દરમિયાન તેનું મન બદલાઈ ગયું હતું અને ભારત વિરુદ્ધ ઘરેલૂ શ્રેણી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, તેણે ભારત સામે યોજાનાર ટેસ્ટ શ્રેણીમાં રમવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ પસંદગી સમિતિએ ટેસ્ટ શ્રેણી માટે તેની પસંદગી કરી ન હતી.

    હવે ક્રિસ ગેલે નિવૃત્તિની જાહેરાતથી ફરીથી યુ-ટર્ન લીધો છે. ક્રિસ ગેલે એક વીડિયો સંદેશ જાહેર કરીને એ વાતનો છેદ ઉડાવી દીધો છે કે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. સંદેશમાં ક્રિસ ગેલે સ્પષ્ટ કહ્યુ છે કે મેં હજી કોઈ જાહેરાત નથી કરી, નિવૃત્તિ અંગે પણ કંઈ નથી કહ્યુ. ક્રિસ ગેલે એ વાતનો પણ સંકેત આપ્યો કે તે ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.

 

(7:30 pm IST)
  • રાત્રે ૮ વાગ્યે : મોડી રાત્રે લીમડી પાસે કાર-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયોઃ કાર ઉપર ટ્રક પડતા મોટરનો ભૂકકોઃ વિગતો મેળવાઇ રહી છે. access_time 8:39 pm IST

  • આનંદો : રાજકોટનો ન્યારી-૧ ડેમ ઓવરફલો થવા તૈયારી : વાજડી વીરડા - વેજાગામને એલર્ટ કર્યા : રાજકોટ ન્યારી એક ડેમ ઓવરફલો થવાની સ્થિતિ પરઃ વાજડી - વીરડા, વેજાગામ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા : જળાશયની કુલ સપાટી ૧૦૪.૫ છે જયારે હાલ તે ૧૦૩.૭૫ મી. સપાટી પર પહોંચ્યો છે access_time 6:46 pm IST

  • હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અનિલ શર્માને ભાજપમાંથી તગેડી મૂક્યા access_time 12:04 am IST